જ્યોતાબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા નિરાધાર દીકરીની ફી ભરવામા મદદ કરી માનવતાનું ઉદાહરણ પુરૂ પડ્યું..
બનાસકાંઠા જિલ્લામાં આવેલ જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજના ટ્રસ્ટીઓને પ્રહલાદભાઈ બકોલાએ ધ્યાન દોર્યું કે એક ગરીબ પરિવારની નિરાધાર બાળકીને કંઈક સહયોગ ની જરૂર છે ત્યારે ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્રકુમાર સાંપરીયા,કારોબારી સભ્યશ્રી કમલેશભાઈ ડાભાણી, મહેશભાઈ પરમાર (પોલીસ), બાલચંદભાઈ,સંજયભાઈ, બચુભાઈ સહિતની ટીમે શિહોરી ગામની પુજાબેન જયંતીભાઈ મકવાણાની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે પુજાબેનના પિતાનુ અવસાન થયેલ છે.માતા -પિતા કે ભાઈ નથી,બે બહેનો એકલી છે.મોટી બહેન કડીયા કામ કરે છે અને સાથે અભ્યાસ અને ઘરની જવાબદારી પુરી કરે છે. પુજાબેનને વ્યાવસાયિક
કોર્સ હોસ્પિટલ આસિસ્ટન્ટ ટેકનીયશન કોર્સ કરવા માટે આર્થીક મદદની જરૂર છે ત્યારે જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજના માધ્યમ થકી દાતાઓના સહિયારા સહયોગથી દીકરીને શનિવારના રોજ ૧૫,૦૦૦/- રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.વિકટ પરિસ્થિતિ હોવા છતાં પૂજાબેને બી.કોમ.નો અભ્યાસ પુર્ણ કરેલ છે.ભવિષ્યમા પણ કોઈ મદદની જરૂર પડશે તો જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ
કાંકરેજ હંમેશા મદદરૂપ બનશે.
નટવર.કે.પ્રજાપતિ,થરા