
હરેરામ ચેરીટેબલ ટ્રસ્ટ કેશોદ નાં પ્રમુખ રાજેશ પરમાર નાં જણાવ્યા મુજબ આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે જેમાં દરરોજ રેઢિયાળ ગાયો માટે 25 કિલોના લાડવા તથા શીરો ખવડાવવામાં આવે છે, સ્વાન કૂતરાને દરરોજ દૂધ,બિસ્કીટ, રોટલી ખીચડી આપવામાં આવે છે તેમજ પક્ષીઓને ચણ નાખવામાં આવી રહી છે હાલમાં કાળજાળ ગરમી માં કેશોદનાં દરેક મુખ્ય વિસ્તારોમાં રાહદારીઓ માટે પાણીનાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં આજરોજ કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે પધારેલ દાતાઓ તથા મહેમાનોના વરદ હસ્તે જરૂરિયાત મંદ 36 જેટલાં કુટુંબોને અનાજ કીટનું વિતરણ હરે રામ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મોરબી વાળા જમનાદાસ બાપા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક્સ આપવામાં આવેલ આ તકે સ્વામિનારાયણ મંદિર કેશોદ નાં પૂજારી ચંદુભાઈ ગોટેચા, જીઇબીનાં ભૂત સાહેબ, યુગ હેન્ડલૂમ વાળા દિલીપભાઈ, જલારામ મંદિર નાં ટ્રસ્ટી દિનેશ કાનાબાર વગેરે દ્વારા લાભાર્થીઓને કીટ તથા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ રાજેશ પરમાર, મેહુલ રૂઘાણી, નીરજ સુબા, સંદીપ કારીયા તથા તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






