બ.કાં. જીલ્લા અનુદાનિત માધ્યમિક શાળાઓના કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી ની ચોથી સાધારણ સભા યોજાઈ

2 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
કે.કે.ગોઠી સ્વસ્તિક હાઈસ્કૂલ,પાલનપુરના મલ્ટીમીડીયા હોલમાં તારીખ 30 જૂન ના બનાસકાંઠા જિલ્લાના અનુદાનિત માધ્યમિક શાળાઓના કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી લિ. ની ચતુર્થ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. મંડળીના 2023-24 ના પૂર્ણ થયેલ નાણાંકીય વર્ષના હિસાબો તથા જોગવાઇઓ વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી જેમાં ફરજિયાત બચત ઉપર 7% પ્રમાણે વ્યાજ સીધું ખાતામાં જમા આપવા ઠરાવવામાં આવ્યું. શેર ઉપર ગત વર્ષ કરતાં બમણું એટલે 12% ડિવિડન્ડ મંજૂર કરી તેને સીધું ખાતામાં જમા આપવા ઠરાવવામાં આવ્યું. નાણાંકીય વર્ષ 2023-24 ના નફામાંથી નવ લાખની બોનસ જોગવાઈ કરી ભેંટ તરીકે સફારી ટ્રોલી બેગ ખરીદવા ચેરમેનશ્રીને સત્તા આપવાનું ઠરાવવામાં આવ્યું.સહાય સંજીવની યોજના અંતર્ગત સહાયની રકમ વધારીને અઢી લાખ કરવાનું ઠરાવવામાં આવ્યું.આ પ્રસંગે તમામ ઠરાવોનું વાંચન ચેરમેનશ્રી ગિરીશભાઈ રાવલે કર્યુ.હિસાબોનું વાંચન ખજાનચી શ્રી હરેશભાઈ ડાભીએ કર્યું. મંડળી પરિચય સહ શુભેચ્છાઓ મંત્રીશ્રી આનંદભાઈ ત્રિવેદીએ આપી.મંડળીના કાર્યો તથા પ્રશ્નમંચ અંતર્ગત પ્રશ્નોના જવાબો સાથે વિસ્તૃત સમજ વાઈસ ચેરમેન શ્રીહરપાલસિંહપઢિયારેઆપી…મંડળીના તમામ ડીરેક્ટર્સે સાધારણ સભાને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું.આભાર વિધિ શ્રી અરવિંદભાઈ ડાભીએ કરી.સ્ટેજ સંચાલન શ્રી રવિન્દ્રભાઈ પ્રજાપતિએ કર્યું.સૌ ભોજન લઈ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સહ છુટા પડ્યા અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.





