Dhoraji: ધોરાજી પાસેનો ભાદર-૨ ડેમ ૧૦૦ ટકા ભરાતાં નદી પટમાં અવરજવર નહીં કરવા હાઈએલર્ટ

તા.૨/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
હેઠવાસના વિવિધ ગામોને સાવધાની રાખવા ચેતવણી સંદેશ જારી, માલ-મિલકત લઈ સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરાયો
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-૨ ડેમ તેની પૂર્ણ સપાટીએ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. આથી રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવર જવર નહીં કરવા હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજકોટ સબ ડિવિઝન નંબર-૧ના નાયબ કાર્યપાલક ઈજનેર-ક્વોલિટી કંટ્રોલની યાદીમાં જણાવાયું છે કે, ધોરાજીના ભોળા ગામ ઉપરાંત ભાદર-૨ના હેઠવાસમાં આવતા વિસ્તારો ૧. ભોળા સિંચાઈ યોજના, ૨. ભોળ ગામડા, ૩. છાડવાવદર, ૪. સુપેડી ઉપલેટા, ૫.ડુમીયાણી તથા આસપાસના વિસ્તારો, ૬. ચિખલિયા, ૭. સમઢિયાળા, ૮. ગાણોદ, ૯. ભીમોરા, ૧૦. ગાઢા, ૧૧. ગાંદોદ, ૧૨. હાફડોડી, ૧૩. ઈસરા, ૧૪. કુંડેત, ૧૫.લાઠ, ૧૬. મેલી (મજેઠી), ૧૭. નિલાખા, ૧૮.તલગાણા, ૧૯. ઉપલેટા પોરબંદર કુતિયાણાના ૧. ભોગસર, ૨. બિલડી, ૩. છુટા, ૪. છત્રાવા, ૫.કટવાણા, ૬.કુતિયાણા, ૭.માંડવા, ૮.પસવારી, ૯. રોઘડા, ૧૦. સેગ્રાસ, ૧૧. થાપડા માણાવદર, ૧૨.ચીલોદરા, ૧૩. રોઘડા, ૧૪. વડાસડા, ૧૫. વેકરી પોરબંદર, ૧૬. ચીકાસા, ૧૭. ગારેજ, ૧૮. મિતરાળા, ૧૯. નવી બંદર ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવે છે કે, આ ગામોના લોકોએ નદી કાંઠા વિસ્તાર તથા નદી પટમાં અવરજવર કરવી નહીં. આ ડેમની હાલની સ્થિતિ ફુલ રિઝર્વિયર લેવલ ૫૩.૧ મીટર છે. જ્યારે લેવલ ૫૨ મીટર છે. ઈનફ્લો ૬૫૬ ક્યુસેક છે.
ઉપરાંત ધોરાજી મામલતદારશ્રી તથા ધોરાજી તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા ભાદર-૨ ડેમ ૧૦૦ ટકા ભરાતા નીચાણવાળા વિસ્તારના લોકોને માલ-મિલકતને સલામત સ્થળે ખસેડી લઈ જવા તથા તકેદારી રાખવા અનુરોધ કરાયો છે. આ સાથે જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમ ખાતે માહિતી મોકલી આપવા જણાવાયું છે.



