GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA સ્વર્ગીય શિક્ષક પપ્પા ના જન્મદિવસની શિક્ષક દીકરીઓ દ્વારા હરિયાળીઉજવણી

TANKARA સ્વર્ગીય શિક્ષક પપ્પા ના જન્મદિવસની શિક્ષક દીકરીઓ દ્વારા હરિયાળીઉજવણી

 

 

ટંકારા ના ભુતકોટડા ગામની પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીતાબેન મનસુખલાલ સાંચલા એ આજ રોજ તેમના સ્વ.પપ્પા મનસુખલાલ તુલસીદાસ સાંચલા નો જન્મદિવસ હોય, તેમની યાદ માં શાળામાં વૃક્ષારોપણ કરી ઉજવણી કરવાનું નક્કી કર્યું.આ માટે શાળામાં ઔષધીય રોપા તેમજ ફૂલછોડ ના આશરે 50 જેટલા રોપાનું શાળાના આચાર્ય હસમુખ ભાઈ પરમાર તેમજ સ્ટાફ મિત્રો અને બાળકોના સહયોગ થી રોપણ કરાવ્યું.સાથોસાથ ‘એક બાળ એક ઝાડ’ અંતર્ગત ભુતકોટડા ગામમાં જેમની ઘરે દીકરી કે દીકરાનો જન્મ થાય તેમના નામનું એક વૃક્ષ વાવવા નું નક્કી કર્યું.ગીતા બેન ના પપ્પા તેમના વતન સરપદડ માં શિક્ષક હતા. તેમના જીવનકાળ દરમ્યાન બાળકો ના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. તેમની પાંચેય દીકરીઓ આજે સરકારી ક્ષેત્ર માં અલગ અલગ જગ્યાએ તેમના પગલે ચાલી બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.આજે તેમના સ્વર્ગીય શિક્ષક પપ્પા નો જન્મદિવસ પાંચેય દીકરીઓ એ વૃક્ષારોપણ કરી અલગ રીતે ઉજવણી કરી સમાજ ને એક અલગ રાહ ચીંધી છે.

Back to top button
error: Content is protected !!