
વાત્સલ્યમ સમાચાર
ડાંગ
છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪૪.૩૩ મી.મી વરસાદ નોંધાયો
ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર તંત્ર પાસેથી મળેલ વિગતો મુજબ, તારીખ ૩ જુલાઈ, ૨૦૨૪ બુધવારના રોજ સવારના છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૪.૩૩ મી.મી.વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાનના વરસાદના આંકડા જોઇએ તો, આહવા તાલુકામાં ૪૫ મી.મી (મોસમનો કુલ ૨૦૮ મી.મી), વઘઇમાં ૬૪ મી.મી (મોસમનો કુલ ૨૬૦ મી.મી), સુબીરમાં ૨૩ મી.મી (મોસમનો કુલ ૧૯૨ મી.મી), મળી જિલ્લામાં સરેરાશ ૪૪.૩૩ મી.મી (મોસમનો કુલ ૬૬૦ મી.મી), વરસાદ નોંધાયો છે. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯ મી.મી (મોસમનો કુલ ૨૦૧ મી.મી) વરસાદ નોંધાયો છે.




