GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક

તા.૩/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ભાદર-૨ ડેમ ૮૧.૧૧ ટકા જ્યારે ન્યારી-૨ ડેમ ૪૧.૧૪ ટકા ભરાયો

Rajkot: રાજકોટ જિલ્લાના આઠ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા મુજબ, ભાદર ડેમમાં ૦.૫૨ ફૂટ, ફોફળ ડેમમાં ૦.૨૩ ફૂટ, વેણુ-૨ ડેમમાં ૧.૩૧ ફૂટ, આજી-૩ ડેમમાં ૧.૮૪ ફૂટ, સોડવદર ડેમમાં ૨.૬૨ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, ભાદર-૨ ડેમમાં ૦.૧૬ ફૂટ, ઘેલો સોમનાથ ડેમમાં ૦.૧૦ ફૂટ નવા નીર આવ્યા છે.

ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં આવેલા નીરના કારણે ભાદર ડેમ ૮.૦૧ ટકા, ફોફળ ડેમ ૩૩.૬૮ ટકા, વેણુ-૨ ડેમ ૪૦.૭૦ ટકા, આજી-૩ ડેમ ૨૧.૪૭ ટકા, સોડવદર ડેમ ૧૩.૮૩ ટકા, ન્યારી-૨ ડેમ ૪૧.૧૪ ટકા, ભાદર-૨ ડેમ ૮૧.૧૧ ટકા, ઘેલો સોમનાથ ડેમ ૫.૭૪ ટકા ભરાયો છે.

હાલ આજી-૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર તથા ભાદર-૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર ખુલ્લો છે.

Back to top button
error: Content is protected !!