GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના નેકનામ રોડ ઉપર દેશી દારૂની ખેપ મારતા ઈસમ ઝડપાયો
TANKARA:ટંકારાના નેકનામ રોડ ઉપર દેશી દારૂની ખેપ મારતા ઈસમ ઝડપાયો
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન નેકનમ પડધરી રોડ ઉપર ઓનેરી કારખાના નજીક શંકાસ્પદ હાલતમાં સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. જીજે ૩૬ જે ૫૭૩૦ લઇને નીકળેલ પ્રોઢને રોકી તેની તલાસી લેતા ૬ લીટર દેશીદારૂ મળી આવેલ હતો. આ સાથે દેશી દારૂની હેરાફેરી કરતા આરોપી અબુભાઇ ગાંડુભાઇ જખાણીયા ઉવ.૫૫ રહે.મિતાણા પાણીના ટાકા પાછળ દે.પુ વાસ તા.ટંકારા જી.મોરબીની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી ૬ લીટર દેશી દારૂ તથા સ્પ્લેન્ડર બાઈક કુલ કિ. રૂ.૨૦,૧૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરીને ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.