
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ કરેલી ટીપ્પણી નો વિરોધ સમગ્ર દેશમાં ભાજપ વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે કેશોદ શહેરમાં ચારચોક ખાતે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ની આગેવાની હેઠળ હોદેદારો કાર્યકરો એકઠાં થઈને સુત્રોચ્ચાર કરી રાહુલ ગાંધી ના ફોટાને સળગાવી વિરોધ કર્યો હતો. કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ તાલુકા પ્રમુખ લખનભાઈ કામરીયા, ઉપપ્રમુખ ચિરાગભાઈ સુત્રેજા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રજનીભાઈ બામરોલીયા શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ ભાલારા સહિત હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં કેશોદ પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરી પોલીસ સ્ટેશન ખાતે તમામને લઈ જવામાં આવ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીના સાંસદ નરેશચંદ્ર અગ્રવાલ દ્વારા રાજયસભામાં વ્હિસ્કી માં વિષ્ણુ રમ માં રામ જીન માં માતા જાનકી બોલો જય શ્રી રામ વાળું ભાષણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયું જે બાબતે જવાબદાર પદાધિકારીઓ ચુપકીદી સેવી રહ્યાં છે.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




