
વિજાપુર વસ્તી દિન ઉજવણી નિમિતે વસ્તી નિયંત્રણ નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રેફરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિન ઉજવણી ના ભાગરૂપ વસ્તી નિયંત્રણ માટે જન સમુદાયમાં જાગૃતિ લાવવા માટે અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો ગઢવી ના માર્ગદર્શન હેઠળ હેલ્થ અધિકારી ના ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિવસે દિવસે વસ્તી વધારા ઉપર કાબુ રાખવા સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શન આપવા માં આવે છે જેમાં સાસુ અને વહુ નું સંમેલન રાખી વસ્તી વધારાના કારણે થતી સમસ્યાઓ અને નાના કુટુંબ થી થતા ફાયદા અંગે માર્ગદર્શન પણ આપવા આવ્યું હતું.વસ્તી નિયંત્રણ અંતર્ગત હેલ્થ અધિકારી એ જણાવ્યું હતુંકે પાકટ વયે લગ્ન જેમાં પુરુષ ની ઉંમર ૨૧ અને સ્ત્રી ની ઉંમર ૧૮ વર્ષ થાય તેમજ પ્રથમ બાળક લગ્ન ના બે વર્ષ બાદ અને બીજું બાળક પ્રથમ બાળક ભણવા જાય ત્યારે તેવી સમજ આપવામાં આવી અને કુટુંબ નિયંત્રણની જુદી જુદી કાયમી પદ્ધતિ પુરુષ ની ભાગીદારી ..માટે એન એસ વી ટાંકા વગર નું પુરુષ ઓપરેશન તેમજ સ્ત્રી ઓના વ્યધિકરન અને બિન કાયમી પદ્ધતિ ઓ જેમાં ડીલેવરી બાદ કોપર ટી..નિરોધ .. ઓરલ પિલ્સ.છાયા..અને ઇન્જે અંતરા ની સમજ આપવામાં આવી હતી ગ્રામ્ય વિસ્તારોમાં.આ પ્રોગ્રામ આયુષ્ય આરોગ્ય મંદિર કુકરવાડા..ભાવસોર. હિરપુરા અને માઢી મુકામે પણ રાખવા આવ્યો હતો આ કાર્યક્રમ નું આયોજન તાલુકા હેલ્થ કચેરી તાલુકા હેલ્થ ઓફિસર અને તાલુકા હેલ્થ સુપર વાઇઝર ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.




