GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મચ્છુ નદીના પટમાં બાંધકામ વિવાદ મામલે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ

MORBI:મોરબી મચ્છુ નદીના પટમાં બાંધકામ વિવાદ મામલે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ

 

 

મોરબીના મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા મંદિરનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોય જેનાથી વિવાદ સર્જાયો હતો અને ત્રણ ત્રણ વખત નોટીસ આપ્યા બાદ આજે ઉચ્ચ અધિકારીઓની મીટીંગ મળી હતી જે મીટીંગ બાદ અધિક કલેકટરે સંસ્થાની હદમાં બાંધકામ થતું હોય તો પણ નિયમોનું પાલન તો કરવું જ પડશે તેવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો

મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ બાંધકામમાં દીવાલ નદીના વહેણને અવરોધરૂપ હોવાથી વિવાદ સર્જાયો હતો જે મામલે કલેકટરે ટીમની રચના કરી હતી અને રીપોર્ટ માંગ્યો હતો જેમાં પણ દીવાલ જોખમી સાબિત થઇ સકે તેવું સ્પષ્ટ થયું હતું તો તાજેતરમાં આખરી નોટીસ આપી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું ત્યારબાદ પણ સંસ્થાએ ઉચિત કાર્યવાહી કરી ના હોય જેથી આજે સંસ્થાના ટેકનીકલ જાણકારો અને સરકારી તંત્રના અધિકારીઓની મીટીંગ મળી હતી જે મીટીંગ બાદ માહિતી આપતા અધિક કલેકટર શિવરાજસિંહ ખાચરે જણાવ્યું હતું કે સંસ્થા પોતાની હદમાં જ બાંધકામ કરતી હોવાની રજૂઆત કરી હતી ડીઆઈએલઆર માપણી થઇ ચુકી છે જેના બાદ SLR આવે છે અને તેના દ્વારા માપણી કરવામાં આવશે તેમજ જગ્યા સંસ્થાની માલિકીની હશે તો પણ GDCR ના નિયમોનું પાલન કરવું જ પડશે અને નદીના કાંઠે નિયમ મુજબ જગ્યા મુકવાની હોય તે નિયમ મુજબ જ બાંધકામ કરવાનું રહેશે તેમ જણાવ્યું હતું તેમજ સંસ્થાએ જે જૂની દીવાલ હતી તે ઉંચી કરી છે તે આવતીકાલથી તોડી નીચી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું અંતમાં અધિક કલેકટરે સંસ્થાની હદમાં બાંધકામ થતું હોય તો પણ નિયમોનું પાલન તો કરવું જ પડશે તેવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો

Back to top button
error: Content is protected !!