બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૪/૦૭/૨૦૨૪
ગ્રામ નિર્માણ કેળવણી મંડળ, થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ,થવા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી ,ભરૂચ દ્વારા તારીખ 2 /6 /2024 થી 10 દિવસ કન્યાઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે,જે માટે સુરક્ષા સેતુ સોસાયટી, ભરૂચ દ્વારા નિયુક્ત થયેલ બે તાલીમબદ્ધ કોચ આ પ્રશિક્ષણ વર્ગો થવા ખાતે ચલાવી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ કઈ રીતે અજાણી જગ્યાએ પોતાનો સ્વ બચાવ કરી શકે તે માટે વિશેષ તાલીમ વર્ગોનું આયોજન જિલ્લા સુરક્ષા સેતુના ઘનશ્યામ પટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે. શાળાની 500 કરતા પણ વધુ ધોરણ 9 થી 12 ની દીકરીઓ આ તાલીમ વર્ગનો લાભ લઈ રહી છે અને સ્વ બચાવ પ્રયુક્તિઓ શીખી રહી છે. આદિવાસી વિસ્તારમાં કામ કરતી આ શાળા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરે છે ત્યારે ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા શરૂ કરાયેલ દસ દિવસીય તાલીમ વર્ગોમાં વિદ્યાર્થીનીઓ સ્વબચાવ, સ્વરક્ષણ અંગે ઘણું શીખશે છે જે ખરેખર ખૂબ જ સરાહનીય છે.