DAHODGUJARAT

દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્રારા રથયાત્રા  અનુલક્ષી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું 

તા. ૦૭. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્રારા રથયાત્રા  અનુલક્ષી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

દાહોદ આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા,મધ્ય ગુજરાત સંગઠન મંત્રી જયેશ સંગાડા,જિલ્લા મહામંત્રી હાર્દિકકુમાર સોલંકી ની ઉપસ્થતીમાં દાહોદ શહેર પ્રમુખશ્રી મનોજ રાજપાલ ની આગેવાનીમાં શહેર સંગઠનને સાથે રાખીને જિલ્લા કલેકટરને રથયાત્રાને અનુલક્ષીને દાહોદ શહેરના બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરો ની સાફ સફાઈ બાબતે આવેદન આપવામાં આવ્યું.જેમાં વિશેષમાં દાહોદ નગરપાલિકા ના પ્રમુખ શ્રી અને એમના સુધરાઈ સભ્યો અંદરોઅંદરસત્તાની ખેંચતાણ અને રાજકીય ઉથલ-પાથલમાં વ્યસ્ત ચાલી રહ્યા છે જેના કારણે દાહોદ નગરના અનેક પ્રજાલક્ષી કાર્યો વિલંબમાં પડ્યા છે. દાહોદ શહેરમાં તમામ મૂળભૂત સુવિધાઓ માટે પ્રજાને વલખા મારવા પડે છે જેમાં પીવાનું પાણી, સુવ્યવસ્થિત રસ્તા અને સફાઈ મુખ્ય સમસ્યા છે તા-૦૭. ૦૭. ૨૦૨૪ ને રવિવાર ના રોજ દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળવાની છે જેમાં ભક્તોનું ઘોડાપુર ઉભરાવવાની પૂર્ણ શકયતા છે.દાહોદ શહેરના અનેક માર્ગો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જેના કારણે રથયાયાત્રામાં દૂર દૂરથી ઉપસ્થિત રહેનાર ભક્તોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડીશકે એમ છે આથી અમે દાહોદ શહેરની જનતા વતી કલેકટરને રજુવાત કરવામાં આવી કે આ બાબતે યોગ્ય ધ્યાન ધરીને રથયાત્રા ને અનુલક્ષીને તાત્કાલિક અસરથી દાહોદ શહેરના બિસ્માર રસ્તાઓ ને શક્ય એટલા ખાડા મુક્ત, ગાડી ચલાવી શકાય અને પગપાળા ચાલી શકાય એવા સુવ્યવસ્થિત કરવામાં આવે તેમજ રથયાત્રાના માર્ગમાં આવતી અનેક ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે તાત્કાલિક અસરથી સફાઈ કરીને સુવ્યવસ્થિત કરવામાં આવે

Back to top button
error: Content is protected !!