AHAVADANG

Dang: ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસ મથકની “SHE TEAM” શિવારીમાળ ગામની બે મહિલાઓનાં વ્હારે આવી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસ મથકની “SHE TEAM” શિવારીમાળ ગામની બે મહિલાઓનાં વ્હારે આવી.”સી ટીમે”મહિલા અને બાળકો માટે સંવેદના વ્યક્ત કરી મદદની ભાવના સાથે કાગઝી કાર્યવાહી હાથ ધરી…

ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલની આગેવાનીમાં પી.એસ.આઈ. એન.ઝેડ.ભોયાનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત સાપુતારા પોલીસ સ્ટેશનની”SHE TEAM” દ્રારા તા.04/07/2024 નાં રોજ વઘઇ તાલુકાનાં શિવારીમાળ ગામે “સંવેદના પ્રોજેક્ટ “અંતર્ગત સરાહનીય કામગીરી હાથ ધરી હતી.અગાઉ શિવારીમાળ ગામનાં જીગ્નેશભાઈ સોમાભાઈ મોકાસી ઝાડ પરથી પડી જતા મૃત્યુ પામ્યા હતા.અને આ મહિલા નિસહાય બની હતી.જેથી સાપુતારા પોલીસ મથકની સી ટીમ ભોગ બનનારની પત્નિ પ્રિયંકાબેનW/O જીજ્ઞેશભાઈ મોકાસીની મુલાકાત લેતા તેણીના આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી હતી.અને તેણીએ જણાવ્યુ હતુ પતિનાં મૃત્યુ બાદ બે નાના બાળકો જેમાં એક (1) પ્રયાગ જીજ્ઞેશ ભાઈ ઉ.વ 02 વર્ષ અને બીજું બાળક નામે (2) નીલ જીજ્ઞેશ ભાઈ ઉ.વ.08 આઠ માસ હોય તેઓની જવાબદારી સાથે એકલી પડી ગયેલી હોવાથી મનમાં ખરાબ વિચારો આવે છે.તેવુ જણાવેલ હોય અને સી ટીમ દ્રારા મુલાકાત લેતા બહેનએ જણાવ્યુ કે, અમે ગામ રહીએ છીએ તે છતાં અમારી આવી રીતે મુલાકાત લઈ અમને દિલાસો કોઈએ આપ્યો નથી.પરંતુ આજે મને ખૂબ સારું લાગ્યુ અને મને પણ લાગ્યુ કે, કોઈ હોય કે ના હોય પણ પોલીસ જ મારું પરીવાર છે. તેવુ કહેતા મહિલા રડી પડ્યા અને  ડાંગ જિલ્લા પોલીસ SHE TEAM” નો આભાર વ્યક્ત કર્યો હતો.બાદમાં સાપુતારા સી ટીમે બંને બાળકો માટે સરકાર તરફથી મળતા લાભો અપાવવા માટેની કાગઝી કાર્યવાહી હાથ ધરી હતી.                                          જ્યારે અન્ય કિસ્સામાં અક્સ્માતમાં  મરણ જનાર કિશોરભાઈ માહદયા ભાઈ મહોવર્યાનાઓની પત્ની નામે બાયજીબેન કિશોરભાઈની મુલાકાત લેતા તેણીના આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી હતી.અને તેણીએ જણાવ્યું કે,મારા પતિ, સસરા અને જેઠના ગયા બાદ ઘરમાં ત્રણ બાળકો અને સાસુની જવાબદારી સાથે એકલી પડી ગયેલી હોવાથી અને કમાવવા વાળુ બીજુ કોઈ ના હોય જેથી,તેણી આત્મહત્યા કરી લેવાનો વિચાર કર્યો હતો,પરંતુ સી ટીમ દ્રારા મુલાકાત લેતા બહેનને આશ્વાન મળ્યુ અને દીલાસો આપ્યો જેના કારણે મને જીવન જીવવાનીની હિંમત આવી તેવુ જણાવ્યુ.આજે મને ખૂબ સારું લાગ્યું અને મને પણ લાગ્યું કે, કોઈ હોય કે ના હોય પણ પોલીસ જ મારું પરીવાર છે તેવુ કહેતા  ડાંગ જિલ્લા પોલીસ SHE TEAM” નો આભાર વ્યક્ત કર્યો.તેમજ બહેનના ત્રણ બાળકો માટે પણ સરકાર તરફથી મળતા લાભો અપાવવા માટેની કાગઝી કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!