અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાના છારાનગર (જીવણપુર)માં દેશી દારૂ ગાળવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ : ચાર મહિલા બુટલેગરને દેશી દારૂ સાથે ઝડપી
અરવલ્લી : મોડાસા સ્વામિનારાયણ મંદિર નજીકથી છારાનગરની ચાર મહિલા બુટલેગરને 560 લીટર દેશી દારૂ સાથે પોલીસે દબોચી અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મોડાસા તાલુકાના છારાનગર (જીવણપુર)માં દેશી દારૂ ગાળવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે દરરોજ લાખ્ખો-હજ્જારો લીટર દેશી દારૂ અરવલ્લી-સાબરકાંઠા અને અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરી વિસ્તારોમાં વિવિધ નાના-મોટા વાહનો મારફતે દેશી દારૂ ઠાલવવાનું સુનિયોજીત રેકેટ ચાલી રહ્યું છે મોડાસા ટાઉન પોલીસે બાયપાસ રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક દેશી દારૂના જથ્થા સાથે ઉભેલી છારાનગર (જીવણપુર)ની ચાર મહિલા બૂટલેગરને ઝડપી પાડી 11 હજારથી વધુના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ચારે મહિલા બુટલેગર સર્વોદય નગર (ડુંગરી)માં છૂટક દારૂનું વેચાણ કરવા આવી હોવાનું રટણ કર્યુ હતુ મોડાસા ટાઉન પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે સર્વોદયનગર (ડુંગરી) વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા બાયપાસ રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક મહિલાઓ મોટા મોટા થેલાઓમાં દેશી દારૂ સાથે ઉભી હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ તાબડતોડ બાતમી સ્થળે પહોંચી ચારે મહિલાને કોર્ડન કરી તેમની પાસે રહેલા થેલાઓની તલાસી લેતા થેલાઓમાં ચાર ચાર લિટર દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકની 140 થેલીઓ માંથી 560 લિટર કિં.રૂ.11200/-નો જથ્થો જપ્ત કરી 1)પ્રિતીબેન જયેશ ભાઈ છારા,2)કરિશ્માબેન પિયુષભાઈ છારા, 3)નિશાબેન મંજીભાઈ છારા અને સોનિકાબેન મંગળભાઈ પરમાર (ચારે રહે,મોડાસા, મૂળ રહે, છારાનગર-જીવણપુર) સામે પ્રોહિબિશનનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી