ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસાના તત્ત્વ આર્કેડ પાછળથી તત્ત્વ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા ચકચાર

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસાના તત્ત્વ આર્કેડ પાછળથી તત્ત્વ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા ચકચાર

મૃતક યુવકના શરીરે ગંભીર ઈજાઓના નિશાન જોવા મળતા પરિવારને યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામના અને તત્ત્વ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં તત્ત્વ આર્કેડ કોમ્પ્લેક્ષ પાછળના ભાગમાંથી મળી આવતા ભારે ચકચાર મચી હતી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો મૃતદેહ મળી આવતા મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પેનલ પીએમ માટે મોડાસા અર્બન સેન્ટરમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મૃતક યુવકના શરીરે ગંભીર ઈજાઓના નિશાન જોવા મળતા પરિવારજનોએ યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા દર્શાવી હતી મૃતક યુવક પરિવારનો એક નેક પુત્ર હોવાથી પરિવારનો કુળદીપક બુજાતા ભારે આક્રંદ કરી મૂકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી મોડાસા તાલુકાના કોલીખડ ગામનો અને તત્ત્વ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 19 વર્ષીય પ્રીત ગિરીશ ભાઈ ચૌધરી નામના વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ કોલેજ નજીક આવેલ તત્ત્વ આર્કેડના પાછળના ભાગેથી મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક યુવકના પરિવારજનો અને સગા-સંબંધી મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા મૃતક વિદ્યાર્થીના શરીરે ઇજાના નિશાન જોવા મળતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા મૃતક યુવકની હત્યા કરવામાં આવી હોવાની દહેશત વ્યક્ત કરતા સ્થળ પર દોડી આવેલ મોડાસા ટાઉન પોલીસે મૃતક યુવકની લાશને પેનલ પીએમ માટે ખસેડી દીધી હતી મોડાસા ટાઉન પોલીસે મૃતક યુવકના પિતા ગિરીશભાઈ દુધાભાઈ વણકરની જાહેરાતના આધારે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Back to top button
error: Content is protected !!