
તા. ૦૬. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli :સંજેલી તાલુકામાં રોજગાર દિવસ નિમિત્તે મનરેગા કર્મચારી તથા લાભાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરી રોજગાર દિવસની ઉજવણી કરાઈ
ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ના સૌજન્યથી રોજગાર દિવસની ઉજવણી સંજેલી તાલુકાના હીરોલા ગ્રામ પંચાયત કચેરી ખાતે કરવામાં આવી જેમાં સંજેલી તાલુકા મનરેગા શાખાના ટેક્નિકલ આસિસ્ટન એન્જિનિયર પઠાણ સાહેબ, ગ્રામ રોજગાર સેવક પ્રકાશભાઈ પરમાર , બેકફૂટ એન્જિનિયર મુકેશભાઈ ડાંગી, હીરોલા ડેપ્યુટી સરપંચ ગામના આગેવાન કડકિયા ભાઈ સંગાડા, સાથે ગ્રામ જનો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા મનરેગા અધિકારીઓ દ્વારા મનરેગા યોજના હેઠળ ગ્રામજનો ને રોજગારી મળે તે હેતુથી ગ્રામજનો ને યોજનાકીય માહિતી આપવામાં આવી સાથે સાથે નવીન જોબકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા




