CHHOTA UDAIPURGUJARATNASAVADI
સંખેડા તાલુકાના કુંડીયા અને માણીબિલ્લી વસાહત ખાતે જીલ્લા પ્રમુખના હસ્તે આંગણવાડી નુ લોકાર્પણ કરાયુ

મુકેશ પરમાર નસવાડી 

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના કુંડીયા તેમજ માણીબિલ્લી જીલ્લા પ્રમુખના મતક્ષેત્રમાં રૂપિયા સાત લાખના ખર્ચે નવીન આંગણવાડી નુ જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેનના હસ્તે કરાયુ હતું તે પ્ર્રસંગે જીલ્લા નિયામક D. R. D. A. તથા જીલ્લા પ્રોગ્રામ ઓફીસર ICDS તથા કુંડીયા સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા તે પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે મારા મતક્ષેત્રમાં આજે બે નવીન આંગણવાડી નુ લોકાર્પણ કરતા ગર્વ અનુભવું છું આ આંગણવાડી થી નાના ભૂલકાઓને પોષણ અને પાયાનું જ્ઞાન મળશે અને આવતીકાલ નુ ભવિષ્ય આ ભૂલકાઓમાં જોતા મને ઘણો આનંદ થાય છે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા





