
વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણનું કર્તવ્ય નિભાવીએ મહેસાણા જિલ્લો હરિયાળો બનાવીએ- સાંસદશ્રી હરિભાઈ પટેલ
મહેસાણા લોકસભાના સાંસદશ્રી હરિભાઈ પટેલે ऐक पेड़ माँ के नाम –‘એક વૃક્ષ મા ના નામે’ વૃક્ષારોપણ કર્યુ
મહેસાણા તાલુકાના પાલોદર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન ને અનુસરી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવેના માર્ગદર્શન મુજબ આજ રોજ મહેસાણા તાલુકાના પાલોદર ગામે વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મહેસાણા લોકસભાના સાંસદશ્રી હરિભાઈ પટેલે એક પેડ મા કે નામ – એક વૃક્ષ મા ના નામે ऐक पेड़ माँ के नाम પર વૃક્ષારોપણ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મહેસાણા જિલ્લા દ્વારા સમગ્ર જિલ્લા ના તાલુકા તથા નગરમાં સ્વામી વિવેકાનંદ વન બનાવવાનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે જેમાં વૃક્ષો વાવીને તેની માવજત કરવા સુધીની ચિંતા કરવામાં આવેલી છે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મહેસાણા જિલ્લા દ્વારા 20,000 થી વધુ વૃક્ષો વાવવાનું અભિયાન ઉપાડવામાં આવેલું છે.સાંસદશ્રી હરિભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન ને અનુસરીને એક પેડ મા કે નામ – એક વૃક્ષ મા ના નામે -ચાલો આ ચોમાસા દરમિયાન સૌ યુવાનો સાથે મળીને વધુને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ સંરક્ષણનું આપણું કર્તવ્ય નિભાવીએ અને મહેસાણા જિલ્લો હરિયાળો બનાવીએ. ગ્રીન મહેસાણાની જિલ્લાતંત્રની ઝુંબેશને સાર્થક કરીએ આ પ્રસંગે મહેસાણા લોકસભાના સાંસદ સભ્ય હરિભાઈ પટેલ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ, તાલુકા સદસ્ય રમેશભાઈ પંડ્યા, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝોન સંયોજક વિશાલભાઈ ગજ્જર, જિલ્લા સંયોજક જીગરભાઈ પટેલ, મહેસાણા તાલુકા સંયોજક રવિરાજસિંહ ઝાલા, જિલ્લા અગ્રણી મહામંત્રી ભગાજી ઠાકોર, તાલુકા પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, દેવરાજભાઈ ગાંધી, વિજયભાઈ બારોટ સહીત ગામના યુવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણ કર્યું હતુ




