BANASKANTHAGUJARATPALANPUR

સરદાર કૃષિનગર વિદ્યાલય દાંતીવાડા ખાતે પ્રકૃતિ વંદન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 

7 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ ખાતે યુનિવર્સિટી સંચાલિત,સરદાર કૃષિનગર વિદ્યાલય, સરદાર કૃષિનગરમાં આજરોજ પ્રકૃતિ વંદન અને જતન કાર્યક્રમ અંતર્ગત શાળાની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષક ગણ દ્વારા ધાણધા, ગૌલભ્ય આશ્રમ શાળા તરફથી મળેલ સીડબોલ નું પ્રત્યારોપણ આજુબાજુના વિસ્તારોમાં કરવામાં આવ્યું. આજરોજ શાળાના વૃક્ષારોપણ કાર્યક્રમ અને સિડબોલ પ્રત્યારોપણ કાર્યક્રમ માં દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીના આદરણીય કુલપતિ સાહેબ શ્રી ડૉ. આર એન. ચૌહાણ, ડિરેક્ટર ઓફ રિસર્ચ ડૉ. મુરલીધરન સર, યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉ એ જી. પટેલ સાહેબ, યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી ડૉ. પી ટી. પટેલ સાહેબ તેમજ વિદ્યાર્થી કલ્યાણ પરિષદ ના નિયામક શ્રી ડૉ. કે પી ઠાકર સાહેબ તેમજ આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર અને યુનિવર્સિટી ના ક્રોમટ્રોલર ડૉ.મનીષભાઈ પરમાર સાહેબ ની વિશેષ ઉપસ્થિતિ રહી.સમગ્ર કાર્યક્રમની રૂપરેખા શાળાના આચાર્યશ્રી તેજસભાઈ જોષી દ્વારા આપવામાં આવી અને કાર્યક્રમનું સફળ સંચાલન સમગ્ર શાળાના સ્ટાફ પરિવાર દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!