હાલોલ નગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ૩૮મી રથયાત્રા નીકળી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૭.૨૦૨૪
આજે અષાઢી બીજના દિવસે હાલોલ નગર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની ૩૮મી રથયાત્રા શ્રી જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ હાલોલ, તેમજ હિન્દૂ સંગઠનો દ્વારા ભક્તિસભર વાતાવરણ માં કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામશરણ દાસજી મહારાજ, સ્વામિનારાયણ નિષ્ઠાવિદ્યા મંદિરના સંત શ્રી સાધુ કેશવસ્વરૂપદાસજી, સંત શ્રી સંત સ્વામિ,શ્રી પંકજકુમાર ગોસ્વામી તેમજ અન્ય સંતો મહાસંતો અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમારની ઉપસ્થિમાં હાલોલ નગર ની મધ્યમાં આવેલ મંદિર ફળીયા ખાતે થી નીકળી હતી.અષાઢ સુદ બીજ ના શુભ દિને શ્રી જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા પ્રતિવર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીની ૩૮ મી રથયાત્રા હાલોલ નગર ની મધ્યમાં આવેલ મંદિર ફળીયા ખાતે થી ખાતે બપોરે ૪.૩૦ કલાકે ભક્તિ સભર વાતાવરણમાં ભગવાન શ્રી જગન્નાથ, ભ્રાતા બલભદ્ર અને ભગિની સુભદ્રાજી શુશોભિત તૈયાર કરેલ રથ માં બરાજમાન કરાવી શાસ્ત્રોક વિધિવત રીતે સંતો – મહંતો ના આશીર્વાદ અને તેમની ઉપસ્થિતિમાં ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના પ્રાર્થના આરતી કરી આવો ખેંચો ભગવાનનો રથ, ઉજ્જવળ બનાવો જીવન પથ.ના સંકલ્પ સાથે જય રણછોડ માખણ ચોર ના નારા સાથે સંતો-મહંતો તથા ભક્તોની ઉપસ્થિતિમાં હાલોલ નગરના મંદિર ફળિયા ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા મંદિર ફળિયા ખાતેથી મેન બજાર, ચોકસી બજાર, ટાઉન હોલ, થઈ બોમ્બે હાઉસ તળાવ રોડ, બસસ્ટેન્ડ થઈ કંજરી રોડ ચાર રસ્તા, બગીચા તરફ થઈ મંદિર ફળિયા ખાતે મોડી સાંજે પરત ફરી હતી.રથયાત્રાનું ભક્તો દ્વારા ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.તે ઉપરાંત રથયાત્રીઓ માટે ઠેક ઠેકાણે ઠંડા પાણી,લીંબુ શરબત વિગેરે વિવિધ મંડળો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.જ્યારે હાલોલ નગરના મુસ્લીમો દ્વારા પણ રથયાત્રા નું ફૂલો થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ શુભ પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં સંતો મહંતો,નગરના આગેવાનો તેમજ નગરની જુદી-જુદી સામાજિક સંસ્થા અને સંગઠનના લોકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.જ્યારે હાલોલ નગરની ભવ્ય રથયાત્રામાં ઉજ્જૈન થી ભસ્મ આરતીની ડમરૂ ટીમ પખાવજ ઢોલ સાથે ધૂમ મચાવી હતી અને રથયાત્રામાં ભસ્મ આરતીની ડમરૂ ટીમે આકર્ષણ જમાવ્યું હતું.આ શુભ પ્રસંગ ને લઇ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ પણ પ્રકારનો કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રથયાત્રા ના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.