AHAVADANGGUJARAT

Dang: સાપુતારા ઘાટમાર્ગમાં 66 પ્રવાસીઓ ભરેલી લકઝરી બસ ખીણમાં ખાબકતાં બે માસુમ બાળકોનાં મોત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં સુરતનાં પ્રવાસીઓની લકઝરી બસ ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા બે માસુમ બાળકોનાં મોત નિપજતા ગમખ્વાર અકસ્માત સર્જાયો..

અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ પ્રવાસીઓ માટે સાપુતારા પોલીસની ટીમ દેવદૂત બની..પેટા:-સાપુતારા ઘાટમાર્ગનાં ખીણમાં લકઝરી બસ પલ્ટી મારી જતા  પોલીસની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 64 ઈજાગ્રસ્તોને બહાર કાઢી ખાનગી તેમજ સરકારી વાહનોમાં શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરી.

મળતી માહિતી અનુસાર આજરોજ સુરતનાં નાનપુરા, બેગમપુરા સહિત અલગ અલગ વિસ્તારનાં ગ્રુપનાં સભ્યો બાપા સીતારામ ટ્રાવેલ્સની લકઝરી બસ.ન.જી.જે.05.બી.ટી.9393માં સવાર થઈ રવિવારે સવારે સાપુતારાનાં પ્રવાસે આવ્યા હતા.આ તમામ સુરતી પ્રવાસીઓ સાપુતારાથી ફરીને પરત સાંજે 5 વાગ્યાનાં અરસામાં લકઝરી બસમાં બેસી સુરત તરફ જવા માટે નીકળ્યા હતા.ત્યારે અંદાજે સાંજે 5:30 વાગ્યાનાં અરસામાં સાપુતારાથી માલેગામને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં યુ ટર્ન વળાંક નજીક લકઝરીબસનાં ચાલકે આઈસર ટેમ્પોને ઓવરટેક કરવા જતા સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા આ લકઝરી બસ સંરક્ષણ દિવાલ કુદી આશરે 15 ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અહી ઘટના સ્થળે પલ્ટી મારેલ બસ 15 ફૂટ ખીણમાં રહેલ ઝાડ સાથે અટકી જતા મોટી જાનહાનિ ટળી હતી.સાથે સમગ્ર વાતાવરણ ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યુ હતુ મઆ અકસ્માતનાં બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા તુરંત જ ઘટના સ્થળે પોલીસ સહિત એમ્બ્યુલન્સની ટીમોનો કાફલો પોહચી ગયો હતો.અહી સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા સહિત પોલીસ કર્મીઓ તથા સ્થાનિક ગ્રામજનો અને પસાર થતા પ્રવાસીઓએ પલ્ટી મારેલ લકઝરી બસમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 64 જેટલા ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢી એમ્બ્યુલન્સ, સરકારી વાહનો તથા ખાનગી વાહનોમાં ભરી નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.જ્યારે લકઝરી બસમાં બે માસુમ બાળકો દબાઈ ગયા હતા.જેથી સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયાની ટીમે લકઝરી બસનું પતરૂ કાપી આ બન્ને માસુમ બાળકોને બહાર કાઢી શામગહાન સી.એચ.સીમાં ખસેડયા હતા.પરંતુ આ બન્ને માસુમ (ભાઈ-બહેન) (1)અતિફા અરફાક શેખ.ઉ.07 (2) ઉંમર અરફાક શેખ ઉ.03 રે ગોપીપુરા મોમનાવાડ સુરતનાઓને ડોકટરે મૃત જાહેર કરતા માતમ છવાઈ ગયો હતો.આ લકઝરી બસમાં કુલ 62 પ્રવાસીઓ તથા 02 ઓર્ગેનાઇઝર,01 ડ્રાઈવર અને રસોયો મળી કુલ 66 વ્યક્તિઓ સવાર હતા.જેમાંથી 28 પ્રવાસીઓ નાની મોટી ઈજાઓ પોહચી હતી.જ્યારે 04 પ્રવાસીઓને ગંભીર ઈજાઓ પોહચી હતી.આ 32 ઈજાગ્રસ્ત પ્રવાસીઓને શામગહાનથી આહવા તેમજ સુરત રીફર કરાયા હતા.જ્યારે 32 જેટલા પ્રવાસીઓને કોઈ પણ ઈજા પોહચી ન હતી.આ અકસ્માતનાં બનાવમાં બન્ને માસુમ સગા ભાઈ બહેનનું મોત નીપજયુ હતુ. બોક્ષ:-સાપુતારા પોલીસની સતર્કતાનાં પગલે મોટી જાનહાન ટળી.સાપુતારા ઘાટમાં લકઝરી બસ પલ્ટી જતા તુરંત સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.અને સમય વેડફયા વગર ખીણમાં પોહચી જઈ પલ્ટી મારેલ બસમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ પ્રવાસીઓને બહાર કાઢી સમયસર નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.બોક્ષ:-(2)ડાંગ જિલ્લાનાં અધિક કલેક્ટર બી.બી.ચૌધરી, જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ.સી. પી.આઈ ડી.કે.ચૌધરી, પી.એસ. આઈ. કે.જે.નિરંજન,એમ.જી.શેખ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.બાદમાં શામગહાન સી.એચ.સી ખાતે પોહચી જઈ તમામ ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.તેમજ ઈજાગ્રસ્તોને સારવાર તથા રીફરની તેમજ કોઈ અગવડ ન પડે તે માટેનાં સૂચનો કર્યા હતા.બોક્ષ-(3) ઈજાગ્રસ્તોના નામ…1. અસ્પાક ઉષ્માની શેખ (ઉ. વ.42,રહે. ગોપીપુરા,સુરત) 2. શરીફ ઉસ્માની શેખ (ઉ. વ.33, રહે.ગોપીપુરા ,સુરત) 3. જમીલા અસ્પાક શેખ (ઉ. વ.28, રહે.ગોપીપુરા ,સુરત) 4. સિદ્દી અસ્પાક શેખ (ઉ. વ.10, રહે.ગોપીપુરા ,સુરત) 5. સાજેદા ફિરોઝ શેખ (ઉ. વ.18, રહે. ભેસ્તાન વાસ,સુરત) 6. સૈયદ ઝાકીર નાસીર (ઉ. વ.32, રહે.ભેસ્તાન ,SMC આવાસ,સુરત) 7. મહમદ હબીબ પટેલ (ઉ. વ.24, રહે.ચોક બજાર,સુરત) 8. સાયનાબાનુ સહિલખાન ખાન (ઉ. વ.19, રહે. રૂસિમ પૂરા પોલીસ ચોકી ,સુરત) 9. મેમણ મહમદ હસઝા (ઉ. વ.21, રહે.રાંદેર સુરત) 10. સેનાઝ સિરોઝ શેખ (ઉ. વ.21, રહે.ભેસ્તાન વાસ,સુરત) 11. મુમતાઝબાનુ શેખ રફીક (ઉ. વ. આ.45 રહે. નવસારી બજાર , સુરત) 12. મહમદ જુનેદ રફીક ખાન (ઉ. વ. 29 રહે. બેગમપુરા, સુરત) 13. અલીના અમીર સૈયદ (ઉ. વ. 08 રહે. મહારીવાડ,સુરત)

Back to top button
error: Content is protected !!