સરકારી માધ્યમિક શાળા સનેસડા, તા-ભાભરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારી માધ્યમિક શાળા સનેસડા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ શાળાના આચાર્ય શ્રી કે કે પટેલ (વર્ગ -2) શાળાની ધુરા સંભાળી ત્યારે તેમને નક્કી કર્યું હતું કે અમારી શાળાને હરિયાળી શાળા બનાવીશું જેના અંતર્ગત તારીખ 6 જુલાઈ 24 ના રોજ 200 થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જેમા જેટ્રોફા, વડ, પીપળ, નીલગીરી, લીમડો, બોરસલી, ચંપા, કરેણ, સીતાફળ, જામફળ અને લીંબુડી જેવા વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા તથા શાળાના દરેક બાળકને એક વૃક્ષ દતક આપવામાં આવ્યું.આ સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના શાળાના 200થી વધારે બાળકો, શાળાનો સમગ્ર સ્ટાફ અને સદારામ શિક્ષણ સમિતિ મળીને કુલ 250 લોકોએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આ સમગ્ર વૃક્ષોમાંથી કેટલાક ખાનગી નર્સરીમાંથી લોકસહયોગ દ્વારા અને બાકીના વૃક્ષો સામલા નર્સરી અને કુવાળા નર્સરી માંથી લાવવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષો પુરા પાડવામાં ફોરેસ્ટ બીટગાર્ડ મમતાબેન ચૌધરી એ ખૂબ જ મદદ કરી હતી.કાર્યક્રમના અંતે શાળાના સિનિયર શિક્ષક શ્રી જીતેશભાઈ રામી દ્વારા વૃક્ષોના મહત્વ અને પર્યાવરણ જાગૃતિ વિશે બાળકોને સમજ આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી કે કે પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યું હતો.



