MORBI:મોરબી શ્રમીક-મધ્યવર્ગના લોકોને લાઈટ-પાણીની સુવિધા આપવા ઉર્જા મત્રીને રજૂઆત

MORBI:મોરબી શ્રમીક-મધ્યવર્ગના લોકોને લાઈટ-પાણીની સુવિધા આપવા ઉર્જા મત્રીને રજૂઆત
મોરબી માં શ્રમીક-મધ્યવર્ગના લોકોને બનાવેલ નાના મકાનને લાઈટ-પાણીની સુવિધા આપવા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉર્જા મત્રી કનુભાઈ દેસાઈ લેખિતમાં રજૂઆત કરી છે કે રાજકોટ અગ્નિકાંડ બન્યો પછી સરકારશ્રી કડકાઈ કરે છે. તે બદલ ધન્યવાદ પણ મોરબીમાં છેલ્લા પાંચ વર્ષથી કોઈપણ મકાન નવા બનાવવા માટે નગરપાલીકા મંજુરી આપતી નથી, હવે પરીસ્થીતી એવી છે કે મોરબી કલેકટરશ્રી એ પરીપત્ર કરીને જી.ઈ. બોર્ડને જણાવેલ છે કે બાંધાકમની મંજુરી વગર કનેકશન આપવા નહીં મોરબી ઔદ્યોગીક નગરી છે.
અહીંના શ્રમીકો અને મઘ્યમ વર્ગના લોકોએ સીંગલીયા મકાન લીધા છે પણ જી.ઈ. બોર્ડ કનેકશન આપવાની ના પાડે છે ધારો કે છ-સાત માળની બિલ્ડીંગ હોય તો તેમાં ફાયર સેફટી ની જરૂરત છે પરંતુ મધ્યફમ વર્ગના લોકો જે સામાન્ય મકાનમાં રહે છે તેની સ્થતી શું મોરબીમાં ઘણી જગ્યાએ મકાન બની ગયા છે અને તેમાં હાલે આવી ગરમી માં માણસો વગર લાઈટે રહે છે કોઈ મંજુરી મળતી નથી ટુંકા પગારમાં લોન ઉપર મકાન લીધુ હોય અને લાઈટ કનેકશન મળે નહીં તો યોગ્ય ના કહેવાય જાણવા પ્રમાણે હાઇકોર્ટ પણ જણાવે છે કે કોઇપણ વ્યકિતનું મકાન બને એટલે તેને પાણી-લાઈટની સુવિધા આપવી. સરકારની ફરજ છે તો નાના મજુર માણસના મોરબીમાં જે મકાન બની ગયા છે તે તમામને લાઇટ કનેકશન આપવા લેખિતમાં રજૂઆત કરી છે










