ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક જીએમડીસીનો માર્ગ બિસ્માર બનતા હાલાકિ
ભરૂચ જિલ્લા ના ઝઘડીયા તાલુકામાં માધવપુરા ફાટક થી જીએમડીસી ને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો ને હાલાકી વેઠવા નો વારો આવ્યો. ઝઘડીયા તાલુકા મા વરસાદ ની શરુઆત થતા જ તમામ રસ્તા ઓ બિસ્માર બન્યા છે ત્યારે રાજપારડી માધવ પૂરા ફાટક થી જીએમડીસી ને જોડતો માર્ગ ઉપર મોટા ખાડા ઓ પડી જતા વાહન ચાલકો ની હાલત કફોડી બને છે અને તેઓ ને ગડીઓ મા વારંવાર નુકશાન થઈ રહ્યું છે આ માર્ગ પર થી જીએમડીસી માંથી સિલિકા વહન કરવામાં આવે છે જેને લઇ સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસેસન તેમજ ટ્રક એસોસિયેશન તરફથી જણાવ્યું હતું કે આ માર્ગ નું વેહલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને જો બે દિવસ મા આ કામ નું સમારકામ કરવામાં નહી આવે તો તમામ ગાડી ઓ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી