MALIYA (Miyana) માળીયા(મી) પોલીસ મથકમાં પકડાયેલ વિદેશી દારૂ-બીયરના જથ્થા ઉપર રોલર ફેરવ્યું

MALIYA (Miyana) માળીયા(મી) પોલીસ મથકમાં પકડાયેલ વિદેશી દારૂ-બીયરના જથ્થા ઉપર રોલર ફેરવ્યું
મોરબી જીલ્લાના માળીયા(મી) પોલીસ મથકમાં એક વર્ષ દરમિયાન પકડાયેલા વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયરના ટીન મળી કુલ રૂપિયા ૮૨.૦૩ લાખના મુદ્દામાલ ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ માળીયા(મી) પોલીસ સ્ટેશનમા વર્ષ ૨૦૨૩-૨૦૨૪ પ્રોહી.ના ગુન્હામાં પકડાયેલ અલગ અલગ ઇગ્લીશ દારૂની નાની-મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ બોટલો નંગ- ૩૪૫૪૯ કી. રૂ.૮૨,૦૩,૨૪૫/-ના મુદ્દામાલનો માળીયા(મી)ના ઝખરીયા વાંઢ વિસ્તારમા નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી હળવદ માળીયા વિભાગ મોરબીના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ધાર્મિક ડોબરીયા, મોરબી ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, મોરબી ઇન્ચાર્જ સીપીઆઈ એન.આર.મકવાણા તથા રાજકોટ શાખા નશાબંધી અને આબકારી શાખાના સુપ્રીટેન્ડેન્ટ એસ.આર.મોરી ની હાજરીમાં સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.






