GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારામાં રૂપિયાની ઉઘરાણી બાબતે પાંચ શખ્સોએ ઘરમાં ઘુસી મહિલાઓને બેફામ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી

TANKARA:ટંકારામાં રૂપિયાની ઉઘરાણી બાબતે પાંચ શખ્સોએ ઘરમાં ઘુસી મહિલાઓને બેફામ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી

 

 

ટંકારમાં રહેતા પરિવારના સગા બે ભાઈઓએ આરોપીઓ પાસેથી ઉછીના રૂપિયા લીધા હોય ત્યારે કોઈ કારણોસર રૂપિયા ચૂકવ્યા ન હોય જેને લીધે રૂપિયાની ઉઘરાણી બાબતે પાંચ શખ્સો દ્વારા ઘરમાં કોઈ પુરુષની હાજરી ન હોય ત્યારે લાકડી લઇ ઘુસી જઇ હાજર પરિવારની મહિલાઓને બેફામ અપશબ્દો બોલી ઉછીના લીધેલ રૂપિયા આપવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાબતે પરિણીતા દ્વારા પાંચ આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારના જીવાપરા શેરીમાં રહેતા નશીમબેન અલીભાઇ અકબરભાઇ સોર્હવદી ઉવ-૪૮ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી અનુભાઇ કટીયા રહે-મોરબી, જાવિદભાઇ રહે- પડધરીવાળા તથા તેની સાથેના અજાણ્યા ત્રણ ઇસમો એમ કુલ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આરોપીઓ નસીમબેનના પતિ અલીભાઈ અને તેના દિયર અબુભાઇ પાસે રૂપીયા માંગતા હોય ત્યારે ગત તા.૦૭/૦૭ ના રોજ રાત્રીના ૮ વાગ્યાના અરસામાં ઉપરોક્ત પાંચેય આરોપી નસીમબેનના ઘરમાં લાકડી લઈ ઘુસી ગયા હતા. ત્યારે હાલ નસીમબેનના દિયર અબુભાઈ રાજસ્થાન જેલમા હોય અને નસીમબેનના પતિ ઘરે હાજર ન હોય તે વખતે નસીમબેનને તથા તેમની નણંદો અને દેરાણી ઘરમાં હાજર હોય જેને આરોપીઓ દ્વારા જેમફાવે તેમ ગાળો આપી કહેલ કે ‘અલીભાઈએ લીધેલ રૂપીયા પાછા આપી દે જો નહિતર બધાને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી જે મુજબની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તમામની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!