SABARKANTHA

આગામી શિક્ષકોની ભરતી માં સમાન ન્યાય માટે ગાંધીનગરમાં આંદોલન

આગામી શિક્ષકોની ભરતી માં સમાન ન્યાય માટે ગાંધીનગરમાં આંદોલન.

રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં છેલ્લા 15 વર્ષથી ચિત્ર વ્યાયામ સંગીત ગ્રંથપાલ અને કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી થયેલ નથી તે બાબતે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા
બહિષ્કૃત શિક્ષણ સંઘના પ્રમુખ ધીરજ લેઉઆ એ અનેક વખત આંદોલન ધરણાં કરી કલેકટર થી લઈને શિક્ષણ મંત્રી ,મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી તમામ તંત્રને યોગ્ય રજૂઆત કરી છે તેમ છતાં આ વિષયોની જગ્યાઓ ની ફાળવણી કરવામાં આવી નથી
આ વિષય ની ટાટ ની પરિક્ષાઓ પણ લેવામાં આવે છે તેમ છતાં ભરતી કરવામાં આવતી નથી.
તેથી આવનાર નવી ભરતીમાં આવા મૂલ્ય આધારિત વિષયો ને સ્થાન નહીં આપવામાં આવે તો મહાઆંદોલન કરવામાં આવશે..

Back to top button
error: Content is protected !!