
વિજાપુર લાડોલ પોલીસ મથકે પોકસો ના ગુનાનો નાસતો ફરતો આરોપીને એલસીબી પોલીસ અને ફર્લો સ્કોડ પોલીસે ઝડપી 
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ મથકે નોંધાયેલ પોકસોના ગુના નો નાસતા ફરતો આરોપી ને ફર્લો સ્કોડ પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ફર્લો સ્કોડ પોલીસ અને એલસીબી પોલીસને સયુંકત રીતે આપેલ સૂચના મુજબ પેટ્રોલીંગ માં હતી.તે દરમ્યાન ખાનગીમાં બાતમી મળી હતી કે લાલ શર્ટ કાળી પેન્ટ પહેરેલ ઈસમ રાજુજી ઠાકોર નાસતો ફરતો હોઈ બાઈક ઉપર વિસનગર તરફ આવી રહ્યો છે તેવી મળેલ બાતમી ના આધારે એલસીબી પીઆઇ જે.જી.વાઘેલા તેમજ ફર્લો સ્કોડ પીએસઆઇ એન.પી.પરમાર તેમજ ફર્લો સ્કોડ એ.એસ.આઈ દીનેશજી તેમજ રવિ કુમાર સહિતે બાતમી ની ખરાઈ કરતા વોચ ગોઠવી જીડી સર્કલ થી સ્ટેશન તરફ થી લાડોલ પોલીસ મથક ના પોકસો ના ગુના માં નાસતા ફરતા આરોપી વડનગર છાબલિયા વાળો ઠાકોર રાજુજી તખાજી ને બાઈક ઉપર પસાર થતા ઝડપી પાડી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


