વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામના તબીબ સામે આછવણી ગામના કાંતિલાલ પટેલના આપઘાત કેસમાં મરનારના ભાઈએ દુષપ્રેરનાનો ગુનો દાખલ કરાવ્યો હતો,જે કેસમાં તબીબને જામીન મળ્યા બાદ અગાઉના જુના કેસમાં તેમની અટક થઈ હતી,જેમાં નામદાર હાઇકોર્ટમાં તેમણે જામીન અરજી કરતા હાઇકોર્ટ દ્વારા તેમની જામીન અરજી મંજુર કરતા શુક્રવારે સાંજે તેઓ 70 દિવસના જેલવાસ બાદ બહાર આવતા તેમના પરીવાર તેમજ સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ખેરગામ તાલુકાના પાણીખડક ખાતે તા.10 ઓક્ટોબર 2023ના રોજ રાત્રીએ બનેલી ઘટના બાદ ઇનોવા કારના ચાલક કાંતિલાલ લાલજીભાઈ પટેલ ઉ.વ.43 રહે.આછવણી હટી ફળિયા જેણે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.આ મામલે મરનારના ભાઈ શૈલેષ લાલજીભાઈ પટેલે કાન્તીલાલને સમાજમાં તથા ગામમાં ખોટી રીતે બદનામ કરતા તેને ત્રાસ લાગતા તેણે પોતાનું જીવન ટુકવવા સારૂ ઝેરી દવા પી જઇ આત્મ-હત્યા કરી હોવાના આક્ષેપ સાથે ખેરગામના તબીબ ડો.નિરવ પટેલ તેમજ આછવણીના ત્રણ ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.જે અંતર્ગત તબીબે આગોતરા જમીન અરજી કરી હતી,પરંતુ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પણ આગોતરા જમીન અરજી નામંજુર થતા તબીબ ખેરગામની નામદાર કોર્ટ સમક્ષ હાજર થઈ ગયા હતા.જે બાદ આ કેસમાં તેમના જામીન મંજુર થયા હતા.અને ત્યારબાદ તેમના અગાઉના જુના કેશમાં પોલીસે તેમની અટક કરી હતી.જેમાં તેમણે હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી.નામદાર હાઇકોર્ટ દ્વારા તેમની જામીન અરજી મંજુર કરતા 70 દિવસના જેલવાસ બાદ શુક્રવારની સાંજે તેઓ બહાર આવતા નવસારી સબજેલ બહાર તેમના પરિવારજનો સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો,તેમના સમર્થકોએ તબીબનું સ્વાગત કરી તેઓ ખેરગામ પહોંચતા ખેરગામ ખાતે પણ તેમની હોસ્પિટલ પાસે તેમના સમર્થકો ભેગા થઈ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું