AHAVADANG

Dang: આહવા ખાતે વલસાડ-ડાંગ લોકસભાનાં સાંસદ ધવલ પટેલનું ઉષ્માભેર સ્વાગત કરાયુ.

વલસાડ ડાંગનાં સાંસદ ધવલ પટેલે પ્રથમ દિવસે જ આહવા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સ્વચ્છતાનાં મુદ્દે સ્ટાફનો ઉઘડો લીધો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

*ગિરિમથક સાપુતારા સહિત અન્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો નોંધાય તે માટે તબક્કાવાર વિકાસને વેગ અપાશે:-સાંસદ ધવલ પટેલ*

*વલસાડ ડાંગનાં સાંસદ ધવલ પટેલે પ્રથમ દિવસે જ આહવા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સ્વચ્છતાનાં મુદ્દે સ્ટાફનો ઉઘડો લીધો*

વલસાડ ડાંગ-26 લોકસભાની બેઠક પર ભાજપાનાં ઉમેદવાર ધવલ પટેલ 2.10 લાખની જંગી લીડ સાથે વિજેતા બન્યા છે.વલસાડ-ડાંગ લોકસભાનાં સાંસદ ધવલ પટેલ આજરોજ ડાંગ જિલ્લામાં  ડાંગ જિલ્લા ભાજપાનાં કાર્યકરો અને આગેવાનો દ્વારા તેઓનું ઉષ્માભેર સ્વાગત કરાયુ હતુ.આહવાનાં ડાંગ સ્વરાજ આશ્રમ ખાતેનાં ટીમ્બર હોલ ખાતે સાંસદ ધવલ પટેલનું ભાજપાનાં કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે જણાવ્યુ હતુ કે છેવાડેનાં જનજીવને ભાજપાની પાર્ટી પર ભરોસો મૂકી કમળને દિલ્હી ખાતે મોકલ્યુ છે.જે બદલ ડાંગ જિલ્લાનાં તમામ મતદાર કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.વધુમાં તેઓએ જણાવ્યુ હતુ આવનાર સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસકીય યોજનાઓનો લાભ ડાંગ જિલ્લાને મળી રહે તેવા પ્રયત્ન હાથ ધરશે.તથા ગિરિમથક સાપુતારા સહિત અન્ય પ્રવાસન સ્થળોએ વધુને વધુ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તથા બહારથી આવતા પ્રવાસીઓની સુરક્ષા તેમજ સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટેનાં પ્રયત્નો હાથ ધરાશે. તેમજ સાંસદ ધવલભાઈ પટેલે પ્રથમ દિવસે જ આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી.અહી આહવા સિવિલ હોસ્પિટલમાં પોહચેલ સાંસદ ધવલભાઈ પટેલને ગંદકી દેખાઈ હતી.જે બાદ આહવા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાનાં મુદ્દે સિવિલ હોસ્પિટલનાં સ્ટાફનો ઉઘડો લીધો હતો. વલસાડ ડાંગ લોકસભાનાં સાંસદ ધવલ પટેલનાં સ્વાગત કાર્યકમમાં ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,ભાજપા પ્રભારી રાજેશભાઈ દેસાઈ,ડાંગ જિલ્લા ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવીત, મહામંત્રી હરિરામભાઈ સાંવત,દિનેશભાઇ ભોયે,રાજેશભાઈ ગામીત,આદિજાતિ મોરચા મંત્રી સુભાસભાઈ ગાઈન,કરશનભાઈ ટીલવા, સહિત ભાજપાનાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..

Back to top button
error: Content is protected !!