ANANDGUJARATUMRETH

ઉમરેઠના કવિ પટેલે કેનેડામાં નંબરપ્લેટ પર UMRETH લખાવી વતનનું વૈભવ વધાર્યું.

કેનેડાના મેનીટોબા માં કીયા કાર ની નંબર પ્લેટ પર “ઉમરેઠ” લખાવ્યું મૂળ ઉમરેઠના અને ભટ્ટ વાળી પોળ ના કવિ પટેલે કેનેડામાં વતનનું વૈભવ વધારવા અનોખો પ્રયાસ કર્યો છે. કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી રહેતા કવિ પટેલે કીયા કંપની ની કાર લીધી હતી જેના પર નંબર પ્લેટ પર “UMRETH” લખાવી વતન ની યાદ કાયમ માટે અમર કરી દીધી છે. કવીએ જણાવ્યું હતુ કે કાર ની નંબર પ્લેટ પર ઉમરેઠ લખાવવા માટે કેનેડા ના નિયમો મુજબ ચાર્જ ભરવાનો હોય છે , આ લખાણ માટે તેમને ચાર મહિના જેટલું વેઇટિંગ કર્યું હતુ ત્યાર બાદ કાર પર ઉમરેઠ લખવા માટે મંજૂરી મળી હતી. હવે કાર લઈને કોઈ જગ્યાએ જાય છે ત્યારે ઉમરેઠના કે પછી ચરોતરના કોઈ વ્યક્તિ સાથે ભેટો પણ થઈ જાય છે. કાર પર ઉમરેઠ લખાવી તેઓએ ગર્વ અનુભવ્યો હતો.

Back to top button
error: Content is protected !!