
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : 5 વર્ષથી વોન્ટેડ આરોપી માઉન્ટ આબુમાં જલસા કરતો હતો અને અરવલ્લી LCB એ ઝડપી પાડ્યો
અરવલ્લી : માઉન્ટ આબુમાં જલસા કરતા બુટલેગર પ્રફુલ નિનામાને LCBએ દબોચી લીધો, છેલ્લા 5 વર્ષથી વોન્ટેડ હતો અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમીદારો સક્રિય કરી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ રાજસ્થાની બુટલેગર પ્રફુલ નિનામાને માઉન્ટ આબુમાંથી દબોચી લેતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા અરવલ્લી જીલ્લા LCB PI ડી.બી.વાળા અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પેટ્રોલીંગ હાથધરતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ બુટલેગર પ્રફુલ દિનેશ નિનામા (રહે,ભોમટાવાડા,ઉદેપુર-રાજસ્થાન) માઉન્ટ આબુમાં હોવાની બાતમી મળતા એલસીબીની ટીમ તાબડતોડ માઉન્ટ આબુ દોડી જઈ પ્રફુલ નિનામાને બાતમી સ્થળેથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી ભિલોડા પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી





