
તા. ૧૨. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાનની પૂર્ણા હુતી રક્તપિત્ત દર્દી શોધ અભિયાન અંતર્ગત કુલ ૧૨૬ જેટલા દર્દીઓ સારવાર હેઠળ
દાહોદ જિલ્લામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી .ઉદય ટીલાવત માર્ગદર્શન હેઠળ જૂન માસમાં લેપ્રેસી કેસ ડિટેક્ટ કેમ્પેઈન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમા જિલ્લામાંથી રક્તપિત્તના ૧૨૬ નવા દર્દી શોધી કાઢવામાં આવ્યા છે. જેમા ચેપી અને બીનચેપી દર્દીઓનો સમાવેશ થાય છે. જેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે
સમાજમાંથી રક્તપિત્ત નાબુદ કરવાના અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુક્ત કરવાની દિશામાં અગ્રેસર કરવા સઘન ઝુંબેશ તારીખ ૧૦ જૂનથી ૦૪ જુલાઈ સુધી લેપ્રેસી કેસ ડિટેક્શન કેમ્પઈન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૧૫૦ જેટલી ટીમો બનાવવામાં આવી હતી જેમા એક પુરુષ આરોગ્ય કર્મી, એક આશાવર્કરનો સમાવેશ કરવામા આવ્યો હતો. તેમના દ્રારા સર્વે કરી રક્તપિત્તના લક્ષણો ધરાવતા દર્દીઓ શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. આ ઝુંબેશમા દાહોદ જિલ્લામાંથી રક્તપિત્તના ૧૨૬ નવા દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં ૫૪ દર્દીઓ ચેપી રક્તપિત ના અને ૭૨ બીનચેપી રક્તપિત્તના મળી આવતાં તેમની સારવાર શરૂ કરી દેવામા આવી છે દાહોદ જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો.આર.ડી પહાડીયા એ જણાવ્યુ હતુ કે હાલમાં ૧૨૬ રક્તપિત્તના નવા દર્દી શોધવામા સફળતા મળી છે. જેમની સારવાર શરૂ કરી દેવામા આવી છે. વધુમાં જણાવ્યું કે આ રોગ સંપૂર્ણ મટી શકે છે પરંતુ નિયમિત સારવાર લેવી પડે છે. ચેપી રક્તપિત્તમા ૧૨ માસ એટ્લે એક વર્ષ અને બીનચેપી રક્તપિત્તમા ૬ માસ સારવાર જરૂરી છે




