
તાલુકા કાનુની સેવા સમિતિ ,સામાજિક વનીકરણ રેન્જ ,નહેરુ યુવા કેન્દ્ર જૂનાગઢ ,નોબલ હેન્ડ ફાઉન્ડેશન,ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે મીતિયાજ કન્યા પ્રાથમિક શાળામાં વિશ્વ વસ્તી દિવસ નિમિતે બાળકોને વધતી વસ્તી એટલે કે વસ્તી સમસ્યાનું મુખ્ય કારણ છે. જેના કારણે નિરક્ષરતા, બેરોજગારી, ભૂખમરો અને ગરીબી વધી રહી છે. તે સમજાવ્યું.તેમજ શાળાના પટાંગણ માં રોપાનું વાવેતર કરવામાં આવ્યું.તેમજ બાળકોને પર્યાવરણ અને વુક્ષોનું મહત્વ ને જરૂરીયાત વિશે માહિતગાર કર્યા. લીગલ સેક્રેટરી અશ્વિનભાઈ ચોહાણ ના માર્ગદર્શન હેઠળ પી એલ વી પ્રકાશ મકવાણા,મોહિત દેસાઇ, કુંજલ સોલંકી,તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી ડો રામભાઈ વાઢેર,સેજલ ચુડાસમા અને શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ વાઢેર તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા.






