વાત્સલ્યમ સમાચાર – મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિકથી સુરત તરફ શાકભાજીનોજથ્થો ભરી જઈ રહેલ પિકઅપ વાન.ન.એમ.એચ.15.જે.સી.4854 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજયધોરીમાર્ગનાં વઘઇ પાસે આવેલ મકરધ્વજ મંદિર નજીક ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઝાડ સાથે અથડાવતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અક્સ્માતનાં બનાવમાં પિકઅપ વાનનાં બોનેટનાં ભાગનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો. જ્યારે ચાલક અને ક્લીનરને ગંભીર ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકનાં વઘઇ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..