GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ત્રાજપર વિસ્તારમાં ઓફિસની ગેલેરીમાં સુવાની ના પાડત આધેડને ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા.

MORBI:મોરબીના ત્રાજપર વિસ્તારમાં ઓફિસની ગેલેરીમાં સુવાની ના પાડત આધેડને ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા.

 

 

મોરબીના સામાકાંઠે આનંદનગર હનુમાનજી મંદિર પાછળ રહેતા ગીરીરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠીગીરી ગોસાઈ (ઉ.વ.૩૪) આરોપીઓ મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણ મિયાણા રહે ખીરઈ, જાકીર બચું સંધી અને ઇકબાલ હૈદર જેડા રહે બંને મોરબી એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ત્રાજપર ચોકડી પાસે આવેલ ભગવતી ચેમ્બર્સ ખાતે જય અમરનાથ રોડવેઝ નામે ભાડાની ઓફીસ ચલાવી ટ્રાન્સપોર્ટ કામકાજ કરે છે ગત ટ. ૧૫ ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે ઓફિસે હતા ત્યારે બાપુજી જમીને ઓફિસે આવતા જમવા ઘરે ગયો હતો અને બાપુજી ઓફિસે હાજર હતા સાડા નવેક વાગ્યે ઓફિસે પાછો આવતા બાપુજીએ વાત કરી કે ત્રણ છોકરાઓ અહી આપણી ઓફીસની ગેલેરીમાં સુવા માટે આવતા તેને ના પાડી હતી જેથી બોલાચાલી કરવા લાગ્યા હતા જેથી ઓફિસની બાજુવાળા મોહનસિંહના દીકરા સંદીપસિંહ ઉર્ફે લાલાભાઈ તથા દેવેન્દ્રસિંહ દિલીપસિંહ અને નીચે ગેરેજવાળા દિલીપભાઈ ઓડેદરાને બોલાવ્યા હતા

ત્રણેય છોકરાઓને પૂછ્યું કે અહિયાં શા માટે આવ્યા તો તેઓએ કહ્યું કે ઓફિસની બાજુમાં ગેલેરીમાં સુવું છે જેથી સંદીપસિંહે નામ પૂછતાં મુસ્તાક મિયાણા, જાકીર સંધી અને ઇકબાલ જેડા હોવાનું જણાવ્યું હતું અને તમે અહિયાં શા માટે આવ્યા છો તેને મજુરી કામ કરીએ છીએ અને ત્રણ ચાર દિવસથી અહિયાં સુવા માટે આવીએ છીએ કહેતા સમજાવ્યા હતા અને ત્રણેય જતા રહ્યા હતા બાદમાં પોણા બારેક વાગ્યે ફરિયાદી ઘરે હાજર હતો ત્યારે દિલીપ ઓડેદરાએ ફોન કરી જણાવ્યું કે જલ્દી ઓફિસે આવો તમારા બાપુજીને ત્રણેય છોકરાઓએ ઓફીસ ગેલેરીમાં સુવા આવતા ઝઘડો કરી છરીના ઘા મારી દીધા છે જેથી પિતાજી જેઠીગીરી ગોસાઈને હોસ્પિટલ લઇ આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું આમ ત્રણ ઇસમોએ પિતા સાથે ગેલેરીમાં સુવા બાબતે ઝઘડો કરી આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી

Back to top button
error: Content is protected !!