GUJARATMEHSANAVIJAPUR

રાજ્ય કક્ષાની ગણિતની પરીક્ષામાં વિજાપુરના વિદ્યાર્થીઓએ 8 મિનિટમાં 200 દાખલા ઉકેલીને તાલુકાનું ગૌરવ વધાર્યું.

રાજ્ય કક્ષાની ગણિતની પરીક્ષામાં વિજાપુરના વિદ્યાર્થીઓએ 8 મિનિટમાં 200 દાખલા ઉકેલીને તાલુકાનું ગૌરવ વધાર્યું.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાજ્ય કક્ષાની ગણિત ની પરીક્ષા વડોદરા ખાતે લેવાઈ હતી જેમાં વિજાપુર તાલુકાના 15 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ આઠ મીનીટ માં 200 જેટલા દાખલાઓ આઠ મીનીટ ઉકેલી ટ્રોફીઓ પ્રાપ્ત કરતા તાલુકાનો ગૌરવ વધાર્યો હતો મળતી માહિતી પ્રમાણે ક્યુબાટીક પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોર સ્થિત એબેકસ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા ત્રીજી સ્ટેટ લેવલ એબેકસ એન્ડ મેન્ટલ એરિથમેટિક કોમ્પિટિશનનું આયોજન નક્ષત્ર હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતમાંથી 1000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજાપુર તાલુકાના બાળકોમાં હિતાંશ મિસ્ત્રી, અક્ષ પટેલ , બીબીમારિયા શેખ , નક્ષ પટેલ , અને શુભ પટેલ ચેમ્પિયનની ટ્રોફી મેળવી હતી. મોક્ષ પટેલ , અને પૂર્વ પટેલ ફસ્ટ રનરઅપની ટ્રોફી મેળવી હતી. દૈવિક પટેલ , મિથિલ મોદી , નક્ષ પટેલ સેકન્ડ રનરઅપની ટ્રોફી મેળવી હતી. ધ્યાન દરજી , દેવાંશી પટેલ,પૂર્વ પટેલ,જોયલ પટેલ વિશ્વા મહેશ્વરી થર્ડ રનરઅપની ટ્રોફી મેળવી હતી જયારે અથર્વ સોની અને પિહુ પટેલ ફોર્થ રનરઅપની ટ્રોફી મેળવી હતી.આ બધાજ વિદ્યાર્થીઓએ ટ્રોફી મેળવીને તાલુકાનો તેમજ શિક્ષણ પ્રેમી જનતાનું ગૌરવ વધાર્યું છે. વિજાપુર, ઊંઝા અને ડીસા અબાકસના ડાયરેક્ટર લક્ષ્મણભાઈ પટેલ અને બાળકોને અબાકસ ટ્રેનિંગ આપતા મનીષાબેન પટેલ, ધર્મિષ્ઠાબેન રાઠોડ તેમજ મીરાલીબેન રાઠોડ દ્વારા તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Back to top button
error: Content is protected !!