હાલોલની વિએમ શાહ સ્કુલ ખાતે કાનુની શિક્ષણ શિબિર યોજાઈ,પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને નવા કાયદાઓ અંગેની માહિતી અપાવામાં આવી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૭.૨૦૨૪
હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ વીએમ શાહ ગુજરાતી મીડીયમ સ્કુલ તેમજ એમ.એન્ડ.વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને નવા કાયદાઓ અને સાયબર ક્રાઇમ અંગેની માહિતી આપવા અંગે કાનુની શિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વીએમ શાહ શાળાના પ્રિન્સિપાલ મૃગેન્દ્રસિંહ સોલંકી ,હાલોલ ટાઉન પોલીસ પથકના પીઆઇ કે.એ.ચૌધરી તથા પીએસઆઇ એમ.એલ. ગોહિલ,સાઈબર ક્રાઇમ ના પીઆઇ એસ.બી પરમાર દ્વારા અગત્યની અને ઉપયોગી માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી અને આવા ગુનાઓથી કેવી રીતે બચી શકાય તે અંગેની વિસ્તૃતિ સમજણ આપવામાં આવી હતી. જેમાં પોલીસ મથકનો સ્ટાફ શાળાના આચાર્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાઇબર ઠગો કેવી રીતે લોકો ને પોતાનો શિકાર બનાવે છે અને લોકો પાસેથી નાણા ખંખેરી લે છે તે અંગે પણ દ્રષ્ટાંતો આપી સમજણ આપી હતી. આ તબક્કે પોલીસ મથકનો સ્ટાફ શાળાના આચાર્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી નવા કાયદાઓ અને ક્રાઈમ અંગે જાણકારી આપવામાં આવી હતી.







