GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

વિપક્ષ સભ્યની ઢોરના ડબાની મુલાકાત બાદ શાસકો દોડ્યા

 

*જામનગર મનપા સંચાલિત ઢોરના ડબ્બામાં સફાઈ નો અભાવ અને ઢોર ને સમયસર નીરણ અપાતું નથી: કોંગી કોર્પોરેટર*

જામનગર(નયના દવે)

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં ભૂખ્યા ઢોર ને સમયસર નીરણ આપવામાં આવતી નથી, તેમજ સફાઈ નો અભાવ જોવ મળે છે. તેમ કોંગ્રેસ ના કોર્પોરેટર દ્વારા આજે જનતા રેડ પછી નિવેદન અપાયું હતું.
જામનગર મહાનગર પાલિકા ના ઢોરના ડબ્બા માં અસંખ્ય ખુંટીયા સાથે ૧૧ ગાયોને રાખવામાં આવી છે. ત્યાં સમયસર નિરણ ઢોરને અપાતી નથી તેવી ફરિયાદના આધારે કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ આજે સવારે જનતા રેડ કરી હતી. ઢોરને નિરણ આપવાનો સમય સવારે ૮ વાગ્યાનો છે. પરંતુ તેઓ પોણા દસ વાગ્યા સુધી ઢોરના ડબ્બામાં હતા પરંતુ નિરણનું ટ્રેકટર આવ્યું ન હતું અને આ પછી એક ટ્રેકટર નિરણનું આવતા ને ગાયોને ખાવા માટે અપાયું હતું જ્યારે અસંખ્ય ખુંટીયા ભૂખ્યા જોવા મળ્યા હતા. આ માટે જવાબદાર કોન્ટ્રાકટર ને જેલની સજા કરવી જોઈએ અને ઢોર ના દુશ્મનોને ફાંસી આપવી જોઈએ.તેમ તેઓ એ .જણાવ્યું હતું. ઢોરના ડબ્બામાં પશુ ડોકટર સમયસર આવતા નથી આથી બીમાર ઢોરની સારવાર પણ થતી નથી. બે ગાયો તો મરેલ જેવી જીવીત હાલતમાં નજરે ચઢી હતી.
સફાઈનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. આથી બે દિવસમાં સઘન સફાઈ કરાવી આપવાની ચિમકી આપવામાં આવી છે .અને સોમ અથવા મંગળવારે મ્યુનિ. કમિશનરને રૂબરૂ ઉગ્ર રજુઆત થશે તેમ પણ કોર્પોરેટર રચાનાબેન નંદાણીયા એ જણાવ્યું હતું. આમ આજ ની કોર્પોરેટર ની જનતા રેઈડ થી મહાનગર પાલિકા મા દોડધામ મચી જવા પામી હતી.
અને

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બાની મૂલાકાત લઈ મેયર-ચેરમેને ખદબદતી ગંદકીની સફાઈ કરાવી*

*કોંગી કોર્પોરેટર ની મુલાકાત પછી તુરંત ઢોરના ડબ્બાની મૂલાકાત બાદ સતાધીશો દોડતા થયા

જામનગર નાં રણજીત સાગર રોડ પર આવેલા ઢોરના ડબ્બા ની આજે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. આ પછી તુરત જ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ અધિકારીઓ દ્વારા મુલાકાત કરી જરૂરી સફાઈ કામગીરી હાથ ધરવી હતી .

મેયર વિનોદભાઈ ખીમસુરીયા , સ્ટે. ચેરમેન નિલેશ કગથરા એ સોલીડ વેસ્ટ શાખાના અધિકારી મુકેશ વરણવા ને સાથે રાખી ને ઢોરના ડબ્બા ન મુલાકાત કરવામાં આવી હતી . આ મુલાકાતમાં તેમણે ઢોરના ડબ્બામાં અત્યંત ગંદકી, અને આવી ગંદકી માં ઢોર ને ચારો ખવડાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. કૂતરા ના ખસીકરણ ના પાંજરા પણ ગંદકી થી ખદબદતા હતાં. તેમજ બાયો મેડિકલ વેસ્ટનો કચરો પણ ત્યાં ધ્યાને આવ્યો હતો. ત્યારે ત્યાંના સંચાલકોને કડક સૂચના આપવામાં આવી હતી.ખા કરી ને ઢોરના ડબ્બા ની સંપૂર્ણ સાફ-સફાઈ.ની સૂચના ઓ આપવામાં આવી હતી. આમ કોંગ્રેસના કોર્પોરેટરે જનતા રેડ કરતા જ સતાધીશો દોડતા થયા હતા.

Back to top button
error: Content is protected !!