BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે સરકારી દવાખાના નજીક વીજપોલના અર્થીંગ વાયરમાં કરંટ લાગતા ત્રણ બકરાના મોત

ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે સરકારી દવાખાના નજીક વીજપોલના અર્થીંગ વાયરમાં કરંટ લાગતા ત્રણ બકરાના મોત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે ઇલેક્ટ્રિક કરંટ લાગતા ત્રણ બકરાના મોત થયા છે , આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી મહતી મુજબ ચંપા બેન ગતરોજ બપોરના સમયે બકરાઓ તેમજ ઘેટાઓ લઈને રૂંઢ ગામની સીમમાં ચરાવવા ગયેલ હતા અને બકરાઓ ચરાવીને ઘરે આવવા સારુ નિકળેલી હતા તે સમયે 4 વાગ્યાના અરસામાં ગામના સરકારી દવાખાના પાસે આવતા દવાખાનાના ગેટની આગળના ભાગે બકારાઓ ગયા હતા ત્યાં ઈલેક્ટ્રિક થાંભલા પાસેના અરથીંગ વાયરમાં બકરીઓને કરંટ લાગતા મોત થયું હતું, પશુપાલક ના દીકરા સાવનભાઈએ જી.ઈ.બી ના કર્મચારીને જાણ કરતા જી.ઈ.બીના કર્મચારી બનાવવાળી જગ્યાએ આવી ગયેલ અને તેઓએ તપાસ કરતા તેઓએ અમોને જણાવેલ કે વરસાદ તેમજ પવનના કારણે એલ.ટી લાઇનનો ફેઝ વાયર જી.આઈ ના વાયર સાથે ટચ થતા કરંટ થાંભલાના અથિંગ વાયર ઉપર ઉતરેલ છે જેથી સદર ઈલેક્ટ્રીક થાંભલાના અથિંગ તાર ઉપર કરંટ ઉતરવાના કારણે ત્રણેવ પશુઓ મરીજતા પશુપાલકને ૨૧૦૦૦/- રુપિયાનુ નુકશાન થયું જે બાબત રાજપારડી પોલીસ મથકે ચંપા બેન જાહેરાત લખાવી હતી ઉલ્લેખનીય છે કે જ્યાં બનાવ બન્યો છે એવી ભૂલની બાજુમાં જ સરકારી દવાખાનું આવેલું છે જ્યાં લોગો સારવાર માટે આવતા હોય છે આ બનાવમાં જો કોઈ વ્યક્તિને કરંટ લાગ્યો ને કોઈનું જીવ ગયું હોત તો પણ જવાબદાર હોત , પ્રીમોનશન ની અધૂરી કામગીરી ના કારણે વીજ પોલ પર કરંટ ઉતરવાનું બનતા વીજ કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!