તા. ૧૪. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાને પતિ દ્વારા નશો કરીને મારકૂટ ૧૮૧ અભયમ મદદે પોહચી
આજરોજ લીમખેડા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ ૧૮૧ પર ફોન કરીને જણાવેલ કે તેઓને પતિ દ્વારા નશો કરીને મારકૂટ કરવામાં આવે છે તેમ જણાવતાં ૧૮૧ અભાયમ ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને વાતચીત કરી અસરકારક કાઉન્સિલિંગ દરમિયાન જણાવેલ કે તેઓને પતિ દ્વારા છેલ્લા ચાર વર્ષથી નશો કરી અવાર નવાર શારીરિક માનસિક હેરાનગતિ કરવામાં આવે છે તેમજ વહેમ શંકા કરી મારકૂટ કરવામાં આવે છે જે બાબતે પોલીસ સ્ટેશન અવાર નવાર અરજી કરી સમાધાન કરાવેલ છે તેમ છતાં પતિ દ્વારા પીડિત મહિલાને અને તેમની દિકરીને નશો કરી મારકૂટ કરતો હતો
જેમાં ૧૮૧ ટીમ દ્વારા પતિને કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવેલ અને પરિવારની જવાબદારીનું ભાન કરાવતા પતિ દ્વારા પોતાની ભૂલની માફી માંગી અને લેખીતમાં બહેદરી આપેલ કે આજપછી નશો નહિ કરીશ અને પતિ અને પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવશે તેમ જણાવતાં પીડિત પણ પોતાના પતિ સાથે સમાધાન કરવા માગતા હોય જેથી બંને પક્ષોની મરજીથી સુખદ સમાધાન કરાવેલ છે