MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના જોધપર ગામ નજીકથી ટાટા ટીગોર કારમાં દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા
WANKANER:વાંકાનેરના જોધપર ગામ નજીકથી ટાટા ટીગોર કારમાં દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસ વાહન ચેકીંગ કામગીરીમાં હોય ત્યારે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક આવેલ ઓવરબ્રિઝ ઉપરથી ટાટા ટીગોર કાર રજી. જીજે-૩૩-બી-૮૮૬૬માંથી ૬૨૫ લીટર દેશીદારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે કારમાં સવાર આરોપી નાંગભાઇ ઉર્ફે નાગરાજ નકુભાઇ ધાધલ ઉવ.૨૨ તથા ભાભલુભાઇ શીવકુભાઇ કરપડા ઉવ.૩૩ બંને રહે.વેલાળા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગરની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી. બીજીબાજુ દેશીદારૂનો જથ્થો તથા કાર સહિત કિ.રૂ.૩,૧૨,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઇ બંને આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.