GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં હઝરત બુખારી બાબાના ઉર્ષની ઉજવણી ધાર્મિક વાતાવરણમા કરાઈ

 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૫.૭.૨૦૨૪

હાલોલ નગરના શાક માર્કેટ માં આવેલ હઝરત બુખારી બાબાના ઉર્ષની ઉજવણી ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે કરવામાં આવી હતી.જેમાં ઉર્ષનાં પ્રથમ દિવસે દરગાહ ખાતે સંદલ શરીફ ની રસમ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ સલાતો સલામ અને નિયાઝની વહેચણી કરવામાં આવી હતી.જ્યારે ઉર્ષ નાં બીજા દિવસે સોમવાર નાં રોજ સવારે દરગાહ ખાતે કુરાનખ્વાની નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમીરે મિલ્લત મદ્રેસાના નાના ભૂલકાઓ તેમજ ઉલેમાઓ જેમાં હાલોલ શહેર ખતિબ મૌલાના યાકુબ રઝવી,હાલોલ જુમ્મા મસ્જિદ ઇમામ સૈયદ ઈલ્યાસ બાપુ,મૌલાના મોઇનુલહક્ કાદરી,મૌલાના અબ્દુલ રહેમાન સહિત મુસ્લીમ સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ ઉર્ષનું આયોજન હાલોલ જુમ્મા મસ્જિદ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ઉર્ષ માં અકિદતમંદો ઉમટયા હતા અને ઉર્ષનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!