
વિજાપુર નવ ગામ લેઉવા પટેલ સમાજનો મેગા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સ્ક્રિનિંગ ટેસ્ટ કેમ્પ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નવ ગામ લેઉવા પટેલ સમાજ અને નવગામ લેઉવા પટેલ મહિલા સમિતિ દ્વારા”મેગા સર્વાઇકલ (ગર્ભાશયના મુખનું) કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સ્ક્રિનિંગ ટેસ્ટ કેમ્પ ગોઠવા મુકામે મધર ટેરેસા સ્કૂલ ઓફ નર્સિંગ માં યોજાયો હતો. જેમાં ૧૨૧ સમાજની ૯ થી ૨૬ વર્ષની અપરણિત દીકરીઓને સર્વાઈકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી. અને ૨૬ થી ૬૫ વર્ષની પરિણીત સ્ત્રીઓનું સ્ક્રિનિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં 400 થી વધુ મહિલાઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં આવનાર અને સહકાર આપનાર લોકોનું સમાજે સન્માન કર્યું હતુ મધર ટેરેસા સ્કૂલ ઓફ નર્સિંગના મેનેજમેન્ટે ખુબજ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં મહિલા સમાજ પ્રમુખ ઉષ્માબેન મંત્રી સોનલબેન સમાજના પ્રમુખ જયવદનભાઈ મંત્રી ઇન્દ્રકુમાર વિકાસ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અલ્પેશભાઈ અને દરેક ગામની કન્વીનર બહેનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





