JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લાના ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ શીખવતી તાલીમનું આયોજન

ક્લસ્ટર બેઝ તાલીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં રસાયણ મુક્ત કૃષિ અપનાવી દરેક પરિવાર પ્રાકૃતિક કૃષિ આહાર મેળવે તે અંગે માર્ગદર્શન

જૂનાગઢ તા૧૫  પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છેત્યારે જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ખેડૂતોને ક્લસ્ટર બેઝ તાલીમ આપવામાં આવી રહી છે. હાલ ખરીફ ઋતુ ચાલી રહી હોય ખરીફ ઋતુ દરમિયાન જિલ્લામાં દરેક ગ્રામપંચાયત આવરી લઈ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિનો વધુમાં વધુ પ્રચાર થાય તેમજ વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અપનાવે તે માટે નિરંતર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ તાલુકાઓમા આવેલા બગડુખાખરા હડમતીયા અને આજક ગામ ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમો ટેકનિકલ માસ્ટર ટ્રેનરો દ્વારા આપવામા આવી હતીજેમા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આ ક્લસ્ટર બેઝ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિની તાલીમો ટેકનિકલ માસ્ટર ટ્રેનરો દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાઓ જેવા કે બીજામૃતજીવામૃતઘન જીવામૃતજેવી બાબતો સમજાવવામાં આવ્યા હતા. આ ક્લસ્ટર બેઝ તાલીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં રસાયણ મુક્ત કૃષિ અપનાવી દરેક પરિવાર પ્રાકૃતિક કૃષિ આહાર મેળવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!