
જૂનાગઢ તા.૧૫ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા મામલતદાર કચેરી તથા એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા કેશોદ શહેરની સિધ્ધાર્થ હાઈસ્કુલ ખાતે “કોમ્યુનિટી અવેરનેસ” પ્રોગ્રામ અંતર્ગત “સ્કૂલ સેફ્ટી સેમિનારનું“ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દ્વારા શાળાના બાળકોને કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સમયે કેવી રીતે રાહત અને બચાવ ની કામગીરી કરવી તે અંગે ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમા સિદ્ધાર્થ હાઈસ્કૂલના ૪00 વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફગણ ઉપસ્થિત રહી સંપૂર્ણ તાલીમનું ડેમો દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું. આ “સ્કૂલ સેફ્ટી સેમીનાર” દરમિયાન કેશોદ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (ડિઝાસ્ટર) શ્રી કે.ડી.રાઠોડ એન.ડી.આર.એફ. ટીમના કમાન્ડર શ્રી કૈલાસા બાથમ તેમજ શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ ગામના આગેવાનોએ હાજરી આપી હતી.





