MORBi:મોરબી પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર ખાતે વર્લ્ડ યુથ સ્કીલ ડે ની ઉજવણી કરાઇ
MORBi:મોરબી પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર ખાતે વર્લ્ડ યુથ સ્કીલ ડે ની ઉજવણી કરાઇ
મોરબી ના રવાપર રોડ પર આવેલા જિલ્લા કક્ષા ના નિશુલ્ક તાલીમ કેન્દ્ર ખાતે આજે ૧૫ જુલાઈ નિમિતે વર્લ્ડ યુથ સ્કીલ ડે ની ખાસ ઉજવણી સેન્ટર ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.
ઉજવણી ના ભાગરૂપે તાલીમાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ અને પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા અને આ રીતે પોતાના માં રહેલા કૌશલ્ય ને બહાર લાવી ને સ્વ વિકાસ દ્વારા સામાજિક તથા રાષ્ટ્ર ના વિકાસ માં પોતાનો ફાળો આપી શકે તેવો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.
આ તકે સેન્ટર ના મેનેજર શ્રી કપિલભાઈ રાઠોડે પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે,આજનો યુગ કૌશલ્ય નો છે, અને દેશ ના વિકાસ માટે યુવાઓ માં કૌશલ્ય વિકાસ અનિવાર્ય છે.વર્તમાન સમયમાં રોજગારી માટે કૌશલ્ય એ મુખ્ય અને જરૂરી પરિબળ છે.તેઓએ તાલીમ કેન્દ્ર માં તાલીમ ના અને ત્યાર બાદ રોજગારી સહિત સરકારી યોજનાઓ ના જે લાભો મલી શકે છે તે અંગે પણ વિશેષ માહિતી આપી હતી.
આ કાર્યક્રમ માં તાલીમ કેન્દ્ર ના આશરે ૧૧૦ જેટલા તાલીમાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમ ને સફળ બનાવવા સેન્ટર મેનેજર ના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ મેમ્બર્સ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.