ARAVALLIGUJARATMEGHRAJ

શંકાસ્પદ વાયરસ : મેઘરજના ઢેકવા ગામે 3 વર્ષીય બાળકને અસર થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શંકાસ્પદ વાયરસ : મેઘરજના ઢેકવા ગામે 3 વર્ષીય બાળકને અસર થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું

અરવલ્લી જિલ્લા કુલ ત્રણ જેટલા લોકો ને વાયરસ એ ઝપેટમાં લીધા છે અને જેમાંથી થોડા દિવસ પહેલાજ બે ના મોત થયાં અને ત્યારે પછી અરવલ્લી જિલ્લામાં વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો જે મેઘરજ તાલુકાના ઢેકવા ગામનો હોવાનું સામે આવ્યું હતું અને ત્રણ વર્ષીય બાળકને લક્ષણો દેખાતા તુરંત હિંમતનગર સિવિલ ખાતે ખસેડાયો હતો અને અંતે સારવાર દરમિયાન બાળકનું મોત નીપજયુ હતું આમ અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરમ ના શંકાસ્પદ કેસો સામે આવતા હાલ મૃત્યુ આંક ત્રણ સુધી પોહ્ચ્યો છે

શંકાસ્પદ કેસો ને લઇ હવે અરવલ્લી જિલ્લા આરોગ્ય ને સતર્ક થવાની જરૂરી છે પરંતુ હાલ જાણે કે આરોગ્ય તંત્ર ઉંગમાં હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસાની ઋતુ છે અને જ્યાં ત્યાં પાણી ભરાયેલા હોય છે એમાં પણ ખાસ કરીને ગામડાઓમાં જ્યાં ગંદકી મોટાભાગે વધુ જોવા મળતી હોય જેથી પાણી ભરાયેલા હોય ત્યાં મચ્છર નો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી હોય છે અને આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની સીઝમમાં દવાનો છંટકાવ કરવાની જવાદારી રહેલી હોય છે પરંતુ આ કામગીરી આજે પણ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતી નથી ત્યારે આ બાબતે ગંભીરતાથી નોંધ લઇ ગામડાઓમાં મચ્છરજન્ય રોગ અટકાવવા દવાનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી છે કારણકે પાણી વહી ગયા પછી પાર બાંધવી નકામી છે

Back to top button
error: Content is protected !!