MEHSANAVIJAPUR

મહેસાણા વિશ્વકર્મા હોલ ખાતે ભાથીગળ હાથશાળનું પ્રદર્શન ખુલ્લું મુકાયું

મહિલા સશક્તિકરણ માટે સરકાર દ્વારા પૂરું પાડવામાં આવેલું આવકારદાયક પ્લેટફોર્મ મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ

સરકાર અવસર આપે છે તેમાં મહિલાઓએ વધુ સહભાગી બનવું જોઈએ
વાત્સલ્યમ સમાચાર વિજાપુર
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ હેઠળ મહેસાણા વિશ્વકર્મા હોલ ખાતે ભાથીગળ હાથશાળ , હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ થઈ રહ્યું છે. જેમાં વિવિધ ૩૧ સ્ટોલમાં હાથશાળ, ટેરાકોટા, બાટીકામ, આઈસીડીએસ નું સ્ટોલ સખીમંડળનો સ્ટોલ વગેરે શહેરવાસીઓને માટે આવું આકર્ષણ બની રહ્યું છે. બપોરે ૧૨ કલાકથી રાત્રિના દસ વાગ્યા સુધી ૧૯મી જુલાઈ ૨૦૨૪ સુધી ચાલનાર મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલમાં આર્થિક વિકાસ નિગમ દ્વારા બહેનોને વિવિધ હસ્તકલા કારીગરીના તેમજ ઘરેણા, કપડાં ,હેન્ડીક્રાફ્ટના સ્ટોરની ફાળવણી કરવામાં આવી છે.મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ઠાકોર ઉત્સવકુમાર જણાવે છે એમ મહેસાણામાં પ્રથમવાર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શહેરવાસીઓ વધારેમાં વધારે લાભ લે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. મહિલા સશક્તિકરણ માટે સરકાર દ્વારા પૂરું પાડવામાં આવેલું આવકારદાયક પ્લેટફોર્મ છે જેનો લાભ શહેરીજન લઈ રહ્યા છે. આ ફેસ્ટિવલમાં ૧૭ નંબરનો સ્ટોલ ધરાવનારા હર્ષિદાબેન પટેલ જણાવે છે એમ મેજિક ગેમ્સ દ્વારા અમે બાળકોને રમતો તેમજ ચિત્રોની સર્જનાત્મકતા શીખવાડીએ છીએ. આ રમકડા નથી પણ સર્જનાત્મકતા છે અને જાદુ પણ છે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કારીગરો તેમજ ઉદ્યોગ સાહસિક મહિલાઓ માટે પ્રદર્શન સહ વેચાણની આ સારી તક છે સરકાર અવસર આપે છે તેમાં મહિલાઓએ વધુ સહભાગી બનવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે મહિલા આંતરપ્રિન્યોર માટે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ મહત્વપૂર્ણ અને આવકારદાયક છે. મહેસાણા જિલ્લામાં અને મહેસાણા શહેરમાં મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રથમવાર આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમજ હાથશાળ અને હસ્તકલાના કારીગરોને સ્ટોલ ફાળવણી કરવામાં આવી છે. જેનાથી શહેરીજનોને વૈવિધ્યસભર વિવિધ ક્રાફ્ટ ની વસ્તુઓ મળે અને વેપારીઓને બજાર મળે સરકારના આ ઉમદા આશયને શહેરીજનોએ પણ સુર પુરાવીને સહયોગ આપી રહ્યા છે

Back to top button
error: Content is protected !!